સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને સ્ટેશન એક જ વિસ્તારમાં હોવાને કારણે રીંગરોડ ફ્લાયઓવર બ્રિજ ખૂબ જ વ્યસ્ત રહે છે. રોજના લાખો વાહનો અહીંથી પસાર થાય છે. 8 માર્ચથી રિપેરીંગ કામ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતુો. અતિ વ્યસ્ત એવા રીંગરોડ ફલાયઓવર બ્રિજ રુપેરીંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી છે. આ પહેલાં 9મે અને ત્યાર બાદ 16 જૂને બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ જાહેર કરી હતી. જોકે, આજે વધુ એક તારીખ જાહેર કરાતા બ્રિજ ખુલ્લો મૂકવા માટે એક બાદ એક તારીખ આપવામાં આવી રહી છે.આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે. તેથી આ બ્રિજ રીપેરીંગ કરી જલ્દીથી ખુલ્લો મૂકવામાં આવે તેવી માગણી થઈ રહી છે.
અલગ અલગ ટેસ્ટ થાય છે
સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રીંગરોડ ફૂલાય ઓવરબ્રિજની લાંબા સમય બાદ રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેરીંગની કામગીરી કઠીન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઇ રહી છે. હાલ બ્રિજનું રિ-હેબીલીટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. રિપેરીંગની કામગીરી શરૂ કરવા માટે તા.9 માર્ચથી 8મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ટ્રાફિક હળવો થવાના અણસાર નહીં
કામગીરી એટલી ધીમી ગતિએ થઈ રહી છે કે, 8મે સુધી 50 ટકા કામગીરી પણ થઈ ન હોવાથી પાલિકાએ આ પ્રતિબંધ વધારી 15 જૂન સુધી કામગીરી ચાલશે અને 16 જૂનથી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હાલ વરસાદ નથી તેમ છતાં બ્રિજ રિપેરીંગ કામગીરી પૂરી થઈ નથી. આ કામગીરી હજુ 25 જૂન સુધી ચાલે તેવી શક્યતા છે. તેના કારણે ફરી એક વાર પાલિકાએ તારીખ જાહેર કરી છે. 26 જુનથી બ્રિજ ખુલ્લો મૂકવા માટે જણાવ્યું છે. જો, આ સમય દરમિયાન કામગીરી પુરી થાય તો જ 26 જબનથી રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થશે નહીં તો વધુ એક તારીખ જાહેર કરવામાં આવશે. જેને કારણે રિંગ રોડના ટેકસ્ટાઈલ વેપારીઓની મુશ્કેલી તો વધી રહી છે. પરંતુ સાથે-સાથે શહેરીજનોને મજુરાગેટથી સ્ટેશન જવા માટે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ઈંધણ અને સમયનો ખૂબ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ સત્તાધીશો જે પ્રકારે મંદ ગતિએ કામ કરી રહ્યા છે. તેને કારણે શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત ઝડપથી મળશે તેવા કોઈ અણસાર દેખાતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.