સુરત ક્રાઈમ ન્યૂઝ:લિંબાયતમાં તસ્કરોએ સિદ્ધિ વિનાયક મહાદેવ મંદિરને નિશાને લઈ ચોરી કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંદિરમાં ચોરી થતાં ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો - Divya Bhaskar
મંદિરમાં ચોરી થતાં ભાવિકોમાં રોષ જોવા મળ્યો હતો
  • તસ્કરોએ આંબેડકર નગર વસાહતમાં ઘરમાંથી પણ 70 હજારની ચોરી કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે.લીંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ આંબેડકરનગર વસાહતમાં ત્રાટકેલા તસ્કરોએ મોબાઈલ ફોન સહિત સોના ચાંદીના દાગીના મળી 70 હજારની ચોરી કરી હતી. બન્ને ચોરીની પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

રાત્રિના સમયે તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
રાત્રિના સમયે તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી.

મંદિરને નિશાને લીધું
લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મોડી રાતે તસ્કરોએ અહી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બીજી તરફ મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ થતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આવા તસ્કરોને જલ્દી ઝડપી પાડે તેવી માંગ સ્થાનિકો દ્બારા કરવામાં આવી હતી.

તિજોરી તોડી ચોરી કરાઈ
આંબેડકર નગર વસાહતમાં ઘર નંબર 457માં રહેતા લક્ષ્મી સંદિપ રાજમલી મામીડાલાનીના ઘરના દરવાજાનું લો ખોલી અજાણ્યા ચોર ઈસમોએ રાત્રિના સમયે ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી તથા તિજોરીના ખાનામાં રાખેલા સોનાના તથા ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી કુલ 70 હજારની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...