સરસ્વતીના મંદિરમાં ચોરી:સુરતની લીલીયાવાલા સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યાં, 1.87 લાખની મત્તાની થયેલી ચોરી CCTVમાં કેદ

સુરત3 મહિનો પહેલા
પરવત પાટિયા વિસ્તારની એમ.પી.લીલીયાવાળા શાળામાં તસ્કરો ત્રાટક્યા

સુરતના લીંબાયત પોલીસ મથકની હદમાં આવેલી એમપી લીલીયાવાલા સ્કુલમાં તસ્કરો 1.87લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સ્કુલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ટેબલમાંથી તસ્કરોએ ચોરી કરી હતી.
ટેબલમાંથી તસ્કરોએ ચોરી કરી હતી.

સુરતમાં તસ્કરો બેફામ બન્યા
સલાબતપુરામાં મંદિરમાં ચોરીની થવાની ઘટના બાદ હવે વિધાના ધામ સ્કુલની અંદર ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે આવેલી એમ.પી. લીલીયાવાલા સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી હતી. 11 ડિસેમ્બરે રાતે 2:30 વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરોએ સ્કૂલને નિશાન બનાવી હતી. સ્કુલમાંથી અંદાજીત 1.87 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સ્કૂલમાં ચોરીની જાણ થતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા જેમાં 3 થી 4 જેટલા ઈસમો સ્કુલમાં ચોરી કરતા નજરે ચડ્યા હતા. સ્કૂલની મેઈન ઓફિસનો ગેટ તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

મોં પર મન્કી કેપ પહેરીને ચસ્કરો આવ્યાં હતા.
મોં પર મન્કી કેપ પહેરીને ચસ્કરો આવ્યાં હતા.

પોલીસે તપાસ શરૂ કરી
ચોરીની ઘટના અંગે સ્કૂલના એડમીન નીલેશભાઈ પટેલે લીંબાયત પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લિંબાયત પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરો બિન્દાસપણે સ્કૂલમાં ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ વિસ્તારમાં સ્કૂલની અંદર ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...