ચોરીના CCTV:સુરતના ખટોદરાના બ્લાઉઝ મેન્યુફેક્ચરિંગના કારખાનામાં થયેલી 3.25 લાખની ચોરી કરતા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા

સુરતએક મહિનો પહેલા
ચોરી કરવા આવેલો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તસ્કરો પણ જાણે ચોરી કરીને દિવાળી ઉજવતા હોય તેવું સામે આવી રહ્યું છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ખાતામાં ચોરીની ઘટના બની હતી. જેમાં અજાણ્યો શખસ ખાતામાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા કબાટમાંથી 3.25 લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે તો બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કબાટમાંથી રૂપિયાની ચોરી
સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા સુરજભાન સુખારામ બોદુંરામ લોરા ખટોદરા ઈશ્વરનગર ખાતે ભાડેથી બ્લાઉઝ મેન્યુફેકચરિંગ ખાતું ધરાવે છે. ગત 10-10-2022ના રોજ તેઓના ખાતામાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યો શખસ ખાતામાં પ્રવેશ કરી 3.25 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ ખાતા માલિકને થતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં એક શખસ ખાતાની બારી ખોલી તેમજ લોખંડના ગ્રીલના સળિયા તોડી ખાતામાં પ્રવેશ્યો હતો. બાદમાં ખાતામાં રહેલા કબાટનો લોક તોડી કારીગરોના પગાર માટેના 3.25 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જવા પામી હતી. જેમાં એક શખસ ચોરી કરતા નજરે ચડ્યો હતો. આ સમગ્ર મામલે ખાતા માલિકે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...