તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન અસુરક્ષિત:​​​​​​​સુરતના ડિંડોલીમાં તસ્કરોએ મંદિરના તાળા તોડ્યા, રાત્રિના 3 વાગ્યે દાનપેટી લઈને નીકળેલો ચોર CCTVમાં કેદ

​​​​​​​સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રિ 3 વાગ્યે મંદિરમાંથી દાનપેટી લઈને નીકળેલો તસ્કરો CCTVમાં કેદ થયો હતો. - Divya Bhaskar
રાત્રિ 3 વાગ્યે મંદિરમાંથી દાનપેટી લઈને નીકળેલો તસ્કરો CCTVમાં કેદ થયો હતો.
  • મંદિરની દાનપેટીમાંથી રૂપિયા કાઢીને ખેતરમાં તસ્કરે ફેંકી દીધી

સુરતમાં ભગવાનના મંદિર પણ અસુરક્ષિત હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી ખરવાસાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટી ઉપાડી જતા પોલોસી તપાસ હાથ ધરી છે. ચોરી કર્યા બાદ તસ્કરોએ દાનપેટી ખેતરમાં ફેંકી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ થતા પોલીસે તસ્કરોની ઓળખ દિશામાં કામગીરી હાથ ધરી છે.

રૂપિયા કાઢી લીધા બાદ તસ્કરો દાન પેટી ફેંકીને નાસી ગયા હતાં.
રૂપિયા કાઢી લીધા બાદ તસ્કરો દાન પેટી ફેંકીને નાસી ગયા હતાં.

જલારામ મંદિરને નિશાને લીધુ
મનીષભાઈ (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, જલારામ સ્ટ્રીટમાં આવેલ જલારામ મંદિર સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર રહેવા પામ્યું છે. ગત રાત્રે ૩ વાગ્યાના સુમારે ચાર ઈસમો આ મંદિરમાં ત્રાટક્યા હતા. જે પૈકી બે ઈસમો ફળિયાની બહાર ઉભા રહ્યા હતા જ્યારે બે ઈસમોએ મંદિરમાં મુકવામાં આવેલ દાનપેટી ઉંચકીને બાજુમાં આવેલ ખેતરમાં નાસી છૂટ્યા હતા. જ્યાં આ લોકોએ મંદિરની દાન પેટી તોડીને અંદર રહેલ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા.

ચોરીની ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીની ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ
વહેલી સવારે જ્યારે રાબેતા મુજબ સ્થાનિકો મંદિરમાં પૂજા - અર્ચના માટે પહોંચ્યા ત્યારે તેઓને મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી આ બાબતે સ્થાનિકો દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.ચોરીની ઘટના બાદ સ્થાનિકોએ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલો ઉભા કર્યા હતાં.