તસ્કરો CCTVમાં કેદ:સુરતના ડીંડોલીમાં બેકરી બહારથી દૂધ અને દહીંની ચોરી કરી તસ્કરો ફરાર

સુરત8 દિવસ પહેલા
  • અગાઉ ચોરી કરી ચૂકેલા તસ્કરોએ ફરીથી હાથ અજમાવ્યો

સુરતમાં ડીંડોલી સ્થિત પ્રાયોશા પ્રાઈમ બિલ્ડીંગમાં આવેલી બેકરીની બહારથી દૂધ અને દહીના કેરેટની ચોરી થઇ છે. મોપેડ પર આવેલા બે ઈસમો 4 કેરેટ દૂધ અને એક કેરેટ દહીંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રિના સમયે ચોરી થઈ
સુરતના ડીંડોલી સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વીરેન્દ્ર તુલસીરામ તાયવડે ડીંડોલી સ્થિત પ્રાયોશા પ્રાઈમ બિલ્ડીંગમાં ધનશ્રી નામથી બેકરી ચલાવે છે. ગત 31 જુલાઈના રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓની બેકરી પાસે ચોરી થઇ હતી. મોપેડ પર આવેલા બે ઈસમો બેકરી પર રાખવામાં આવેલા 4 કેરેટ દૂધ અને એક કેરેટ દહીં મળી કુલ 5426 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે બેકરી પર આવી દુકાન માલિકે તપાસ કરતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ મોપેડ પર આવેલા બે ઈસમો ચોરી કરતા નજરે ચઢ્યા હતા. આ ઘટના બાદ બેકરી માલિક વીરેન્દ્રભાઈએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અગાઉ પણ ચોરી થઈ હતી
વીરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ રીતે ચોરીની ઘટના બની હતી. પરંતુ તે સમયે કોઈ ફરિયાદ કરવામાં આવી ના હતી. પરંતુ ફરીથી ચોરીની ઘટના બની છે. તેમજ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેથી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...