તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા બની રણચંડી:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ચોરીના આરોપમાં પકડાયેલા ઈસમને મહિલા ગાર્ડે જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાઈરલ

સુરત18 દિવસ પહેલા
ચોરીના આરોપીને મહિલા ગાર્ડે જાહેરમાં તમાચા ઝીંકી દીધા હતાં.
  • હોસ્પિટલમાં ખેંચીને મહિલાએ મારેલા મારને સ્થાનિકોએ બિરદાવ્યો

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપ સર પકડાયેલા એક ઇસમને જાહેરમાં ફટકારતો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીંકી દેવામાં આવે છે. સાથે જ ખેંચીને બહાર પણ લઈ જવામાં આવે છે.

મહિલા ગાર્ડની હિંમતને જોઈને સ્થાનિકો પણ દંગ રહી ગયા હતાં.
મહિલા ગાર્ડની હિંમતને જોઈને સ્થાનિકો પણ દંગ રહી ગયા હતાં.

ચોર રંગેહાથ ઝડપાયો હતો
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવી જાહેરમાં માર મારી રહી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા ગાર્ડના જણાવ્યા અનુસાર પકડાયેલો ઈસમ ચોર છે, અને ચોરી કરતા રંગેહાથે પકડાયો હતો. એટલું જ નહીં પણ વારંવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા જાહેરમાં ફેરવીને શબખ શીખડાવવો જરૂરી હતો.

ખરાબ વર્તન ચોરીના આરોપી દ્વારા કરાયું હોવાનું મહિલા ગાર્ડે કહ્યું હતું.
ખરાબ વર્તન ચોરીના આરોપી દ્વારા કરાયું હોવાનું મહિલા ગાર્ડે કહ્યું હતું.

સ્થાનિકો હિંમત જોઈ ચોંકી ગયા
જોકે આ બાબતે નજરે જોનારા લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ પહેલી વાર જોયું હોવાથી ચોંકી ગયા હતાં. હોસ્પિટલમાં પોલીસ ચોકી છે. તેમ છતાં મહિલા ગાર્ડએ ચોરી કરતા ઈસમને પોલીસ ને સોંપતા પહેલા જે માર માર્યો છે એને લઈ અમુક લોકોએ સવાલો ઉઠાવ્યાં હતાં. તો અમુક લોકોએ મહિલા ગાર્ડની હિંમતને બિરદાવી હતી. સાથે જ ચોરી કરતાં તત્વોની શાન ઠેકાણે લાવવા આ જ એક રસ્તો હોવાનું પણ ઘણા લોકોએ કહ્યું હતું.