તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વોર્ડ નંબર 10 ગ્રાઉન્ડ રિપોર્ટ:અડાજણ-પાલ ગગનચુંબી ઈમારતોથી વિકાસનો પર્યાય બન્યો, રસ્તા વચ્ચેના ટ્રાન્સફોર્મર હટાવવાની લોકોની માગ સંતોષાતી નથી

સુરત22 દિવસ પહેલા
  • વોર્ડમાં કોમ્યુનિટી હોલથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની સુવિધાઓ આપવામાં આવી છે

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં અડાજણ-પાલ-પાલનપુર ગામ, ઇચ્છાપોર ગામનાં અનેક ફળિયા અને મહોલ્લાઓ, સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલાં છે. મોટા ભાગનો વિસ્તાર સુડામાં આવતો હતો. વર્ષ 2006 બાદ પાલિકામાં આવ્યો ત્યાર બાદ નવી TP ખૂલતાં જ બિલ્ડરોએ આ વિસ્તારમાં ગગનચુંબી હાઈરાઈઝ બિલ્ડિંગો બનાવી, શોપિંગ મોલ બનાવ્યા, ગાર્ડન, શાળાઓ સહિત કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ બનાવતાં આજે આ વિસ્તાર વેસુ-વીઆઇપી બાદ પોશ વિસ્તાર તરીકે ઓળખાઈ રહ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે આનંદની વાત એ છે કે આ વિસ્તારમાં ઓછા સમયમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. જીઈબીના રસ્તા વચ્ચે આવેલા ટ્રાન્સફોર્મર ઉઠાવવાની માગ અવારનવાર થતી આવી છે. નવો વિસ્તાર ભળ્યો એ ઈચ્છાપોરમાં પાલિકાનાં કામો બહુ ઓછાં થયાં હોવાનું સામે આવી રહ્યું છે.

પાણી સમસ્યાનો ઉકેલ આવ્યો
પરેશભાઈ પટેલ (રહે પાલ રોડ અલ્પેશનગર સોસાયટી, રાહુલ ટેલર)એ જણાવ્યું હતું કે છેલ્લાં 5 વર્ષમાં વિકાસનાં તમામ કામો થયાં છે. પીવાના પાણીની લાઈનના કનેક્શન મળ્યાં, રોડ-રસ્તા બન્યા, વોક-વે , ઓડિટોરિયમ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, તળાવ, કોમ્યુનિટી હોલ જેવી તમામ સુવિધાઓ મળી છે. આ વિસ્તારમાં જે-તે સમયના લોકપ્રતિનિધિઓએ આપેલાં તમામ વચનો પાળ્યાં છે. એમ કહેવાય કે પાલિકાએ આ વિસ્તારની સોસાયટીઓને પણ ડામર અને CC રોડ બનાવી આપ્યા છે. અડાજણ-પાલ - પાલનપુર ગામે ખૂબ જ સરસ વિકાસ કર્યો છે. હાલ 2021માં સ્થાનિક ચૂંટણીમાં લોકોની જેકઈ પણ નાનીમોટી સમસ્યાઓ હોય એ જ બાકી છે એમ કહી શકાય છે. ઈચ્છાપોરમાં પાણીની સમસ્યા અમુક વિસ્તારના લોકોને ફેસ કરવી પડે છે.

ચોમાસામાં પાણી ભરાય છે
અમૃતભાઈ ડાયાભાઇ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકપ્રતિનિધિઓનો 100 ટકા ફાળો રહ્યો છે. બસ, લગભગ હવે કોઈ સમસ્યા રહી નથી, પણ નાની-નાની સમસ્યાઓ, જેવી કે રસ્તા રી-કાર્પેટ કરવા, GEBના ટ્રાન્સફોર્મર (ઘર બહાર છે એવા) નોન-એક્સિડન્ટ ઝોનમાં ટ્રાન્સફર કરવા જેવી માગો ઊઠતી રહે છે. હા, એક વાતનું દુઃખ એ છે કે ધારાસભ્યો કે પછી સાંસદ ચૂંટણી વખતે જ આવતા હોય છે. તેમની મુલાકાત દરેક વિસ્તાર માટે ખૂબ જરૂરી છે. ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો છે.

રસ્તાઓ ખૂબ સારા છે
ચંદ્રકાંત પટેલ રહે- પાલ, એ જણાવ્યું હતું કે કોર્પોરેશનની આ લગભગ ચોથી ટર્મ કહી શકાય છે. ત્રણ ટર્મમાં લગભગ વિકાસનાં તમામ કામો પૂર્ણ થયાં છે. પછી એ રોડ-રસ્તા હોય કે વોક-વે, સિનેમાગૃહ હોય કે કોમ્યુનિટી હોલ, પારલે પોઈન્ટ અને અડાજણને જોડતા કેબલ બ્રિજ બાદ આ વિસ્તારનું ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપી થયું છે. આ વિસ્તારમાં 90 ટકા કામો પૂર્ણ થઈ ગયાં છે. જરૂર છે તો માત્ર મેઇન્ટેનન્સની, જેમાં વોક-વે વિથ ગાર્ડનને લઈ લોકોમાં તંદુરસ્ત રહેવાની જાગૃતિ આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો