તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવતા જ હવે ફરી એકવાર કોણ બનશે નગર સેવકને લઈ લોકોમાં ખાટી-મીઠી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મુખ્ય રસ્તાઓ સારા અને આંતરિક રસ્તાઓ ઉબડખાબડ હોવાની સમસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદી પાણીનો ભરાવો, ટ્રાફિકની સમસ્યા, કોલેજોનો અભાવ જેવી અનેક સમસ્યાને લઈ વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા અને લસકાણાના મતદારોમાં નારાજગી જોવા મળી છે. એટલું જ નહીં પણ સારા કામોને આજ વોર્ડના મતદારોએ નગર સેવકની કામગીરીને કેટલાક અંશે સારી પર ગણાવી છે. જ્યારે તક્ષશિલાના અગ્નિકાંડ બાદ ફાયર સ્ટેશન મંજૂર થયું હોવા છતાં હજુ પણ સરથાણામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી.
પીવાના પાણી અને ડ્રેનેજની સુવિધાઓ મળી
શૈલેષભાઇ પોસિયા (ઉ.વ. 45)એ જણાવ્યું હતું કે, ટીપીનો રસ્તો ખુલ્લો કરવો જોઈએ એ જ મોટી માંગ છે. આજુબાજુની તમામ સોસાયટીઓમાં કોર્પોરેટરની કામગીરી બાદ રસ્તા, પીવાના પાણી અને ડ્રેનેજની સુવિધાઓ મળી છે. ખાડી સમસ્યા હલ થઈ, ખુલ્લું પાણી રહેતું એ હવે સ્ટોર્મ લાઈનમાંથી પસાર થાય છે. કાયમી ધોરણે ફાટી નીકળતી બીમારીઓનું નિરાકરણ આવ્યું છે. પ્રવાસીઓ માટે પાલિકાએ બનાવેલા ઝુએ જ એકમાત્ર મનોરંજનનું સ્થળ છે. આજે આ વોર્ડ સહિત આખું સુરત લાઈવ સિંહ જોઈ શકે છે.
ગાર્ડન બનાવવાની માગ પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી
હિંમતભાઈ પાનેલિયા (ઉ.વ. 40 રહે. કૃષ્ણા પાર્ક-2 સીમાડા) એ જણાવ્યું હતું કે, મેઇન ટીપી ખુલ્લો કરવાની જરૂર છે. ગાર્ડન બનાવવાની માગ પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. કોર્પોરેટર કહે છે ટીપી 24 ફાઈનલ પ્લોટ નંબર 116માં મંજુર થઈ ગયો છે. ત્રણવાર બોર્ડમાં મંજુર બાદ બજેટમાં પણ મંજુર છતાં કોઈ નિરાકરણ નથી, બસ કામગીરી ચાલુ હોવાનું કહી રહ્યા છે. જો ટીપી ખુલે તો રસ્તા ખુલે અને બીજી અનેક સુવિધાઓ મળે, કાયમી પોલીસ સ્ટેશન મળે તેમ છે. સીમાડા નાકા રણછોડ નગર રોડ પર સર્વિસ રોડ બંધ છે એ ચાલુ કરવાની માંગને નજર અંદાજ કરાઈ છે. રાજ્ય આરોગ્ય મંત્રીના ઈશારે પાલિકા ચાલે છે, જો આ ચાલુ થાય તો ટ્રાફિકજામ ન થાય.
25 વર્ષ બાદ સીસી રોડ બન્યા
જમનભાઈ સોજીત્રા (ઉ.વ. 42) એ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા રહેતી હતી. જેનો મહદઅંશે નિરાકરણ થયું છે. 25 વર્ષ બાદ સીસી રોડ બન્યા છે. છેલ્લા 5 વર્ષમાં 400 જેટલી સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહીતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બીઆરટીએસની સુવિધા મળતા લોકોને રાહત થઈ છે.
વેરો વધારો પાછા લેવાની માગ
કાર્તિકભાઈ નાથાણી (ઉ.વ. 29)એ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક માત્ર સરકારી કોલેજ અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલ (સુવિધા વાળી) મળે તો વિદ્યાર્થીઓની ઘણી સમસ્યા હલ થઈ શકે છે. વેરો વધારો પાછા લેવાઈ, આજે વેપાર ધંધા નથી, નોકરી નથી, લોકો આપઘાત કરી રહ્યા છે ને પાલિકા બમણો વેરો વસૂલવા નોટિસ આપે છે. સરથાણા જકાત નાકા નેચર પાર્ક વાળા રોડ પર 35-40 હજારની વસ્તીવાળો વિસ્તાર છે એ રોડ પહોળા થવા જોઈએ જેને લઈ ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવ ઘટવાની શક્યતા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.