તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ:જહાંગીરપુરા-વરિયાવ વોર્ડની જનતા 15 વર્ષથી ગંદકીમાં સબડે છે, પાણી વિના ટળવળે છે અને આરોગ્ય સુવિધાના નામે મીંડું

સુરત23 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • કોમ્યુનિટી હોલ, સરકારી સ્કૂલો, આરોગ્ય કેન્દ્રો સહિત સુવિધા નથી મળી
  • અમરોલી પોલીસ સ્ટેશનથી છાપરાભાઠા સુધી છે ખુલ્લી ખાડીની ગંદકીનો પ્રશ્ન
  • ઇન્ડસ્ટ્રિયલ પાણીને રોકવા માટે સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનું કામ થયું નથી

વોર્ડ નંબર-1માં કોસાડ, છાપરાભાઠા, વરિયાવ, જહાંગીરપુરા, કોસાડ અને ગોથાણ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. વોર્ડમાં કુલ 120 બૂથનો સમાવેશ થાય છે. 2006થી કોર્પોરેશનમાં કેટલાક વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આજદિન સુધી આ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, સરકારી સ્કૂલો, આરોગ્યકેન્દ્રો સહિતની જે સુવિધા મળવી જોઇતી હતી એનાથી લોકોને વંચિત રહેવું પડ્યું છે. જૂના કોસાડ રોડ ઉપર હજી પણ રસ્તાની સમસ્યા દેખાઈ રહી છે . અમરોલી પોલીસ સ્ટેશનથી છાપરાભાઠા સુધી છે ખુલ્લી ખાડી છે, એને કારણે આસપાસના રહીશો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. હજી સુધી આ ખાડીમાં ઠલવાતા ઇન્ડસ્ટ્રિયલ પાણીને રોકવા માટે સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી, જેને કારણે આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે.

ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે
જતીન પટેલ નામના રહીશે કહ્યું હતું કે સુરત કોર્પોરેશન દ્વારા નવા હદ વિસ્તરણ કરતી વખતે સુરતના આસપાસના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે છે. 2006થી અમારો આ વિસ્તાર કોર્પોરેશનમાં ભળી ગયો છે છતાં હજી સુધી રસ્તાનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. પાણીની સમસ્યા હજુ પણ અકબંધ છે. ઉનાળાના દિવસોમાં અહીંના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. વસતિની દૃષ્ટિએ જે આરોગ્ય કેન્દ્ર હોવાં જોઈએ એ પણ ખૂબ જ ઓછાં છે. જૂના કોસાડ વિસ્તારમાં રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. વિસ્તારમાં રસ્તા બનાવવામાં આવ્યા હતા, તે ચોમાસા બાદ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

ખાડી વિસ્તારને બાદ કરતાં સ્વચ્છતા સારી છે
વૈશાલીબેન હીરપરાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સ્વચ્છતાની દૃષ્ટિએ ખૂબ જ સારું કામ થઇ રહ્યું છે, ડોર ટુ ડોર ગાર્બેજ સિસ્ટમની જે સુવિધા છે એનાથી અમારી સોસાયટીઓમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ગંદકી ઓછી જોવા મળી રહી છે. આ સાથે અમારા વિસ્તારોમાં સિનિયર પાર્ક બનાવવામાં આવ્યા છે. બોટાનિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જે અમારા વિસ્તારના બ્યૂટીફિકેશનમાં વધારો કરે છે. જૂના વિસ્તારોમાં ગટરની કામગીરી થઈ નથી.

બ્રિજ ઉપર થતા ટ્રાફિકની સમસ્યા
હિતેશ રાંદેરી જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં અમરોલી તાપી ઉપર બનાવેલા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થાય છે. કામકાજ અર્થે નીકળતા લોકો સવારે અને સાંજે મોટી સંખ્યામાં બ્રિજનો ઉપયોગ કરતા હોવાથી એ સમયે મહદંશે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ જાય છે. એને કારણે સમયનો ખૂબ જ મોટો વેડફાટ થઈ રહ્યો છે. આ સમસ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી હોવા છતાં એનો હજી સુધી ઉકેલ આવ્યો નથી.

વોર્ડ નંબર-24ના મતદારોની સંખ્યા
પુરુષ -69439 સ્ત્રી -57102 અન્ય -7 કુલ - 126548

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો