તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના વોર્ડ નં-24નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ઓવરબ્રિજથી ટ્રાફિકની નિવારણ, વરસાદી પાણીના ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત, ગંદકી માથાના દુઃખાવા સમાન

સુરતએક મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • વોર્ડ નં-24માં લિંબાયત અને ઉધના યાર્ડનો સમાવેશ થાય છે
  • પાંડેસરામાં બ્રિજના કારણે ટ્રાફિકના પ્રશ્નનું નિરાકરણ થયું છે
  • ડ્રેનેજની લાઈન છે પરંતુ નિકાલની વ્યવસ્થા ન થતાં મુશ્કેલી

સુરત મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 24 પરપ્રાંતિયો અને શ્રમિકોની વસતિ વિશેષ ધરાવતો વિસ્તાર છે. ઉધના-લિંબાયત વિસ્તારમાં ઓવરબ્રિજથીટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ થયો છે.રસ્તા,પાણી,સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓ ઉભી થઈ છે. પરંતુ ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ શાળા-કોલેજજેવી અભ્યાસને લગતી સુવિધા ન હોવાની પણ વાત કરી છે.

વરસાદી પાણીના નિકાલની સમસ્યા
સ્થાનિક સ્વરાજ અને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ વોર્ડમાં કેટલા કામો કર્યા છે જેનો લેખા જોખા જાણવા divyabhaskar એ લોકોનામત જાણવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર 24 ઉધના-લિંબાયતના મતદારોએ કહ્યું કે,અમારા વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો પણ નંખાઈ ગઈ છે. જો કે, વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે.જેથી ચોમાસા દરમિયાન રસ્તાઓ ભારે વરસાદમાં તળાવ જેવા બની જતાં હોય છે.

દૂષિત પાણીનો પ્રશ્ન હલ થયો
સુનિલ વસંત કાપડનીસ (ઉ.વ. 41 રહે. કૈલાશ નગર ઉધના) એ જણાવ્યું હતું કે, હું પ્લોટ લે-વેચના કામ સાથે સંકળાયેલો છું.છેલ્લા 5 વર્ષમાં રસ્તા અને ફૂટપાથના કામો સારા થયા છે.ગટર લાઇન લિકેજ અને પીવાનું પાણી મિક્સ થઈ જતું એ સુધારા બાદ લોકોને રાહત થઈ છે.કચરા પેટીઓ ઉપાડી લેવાઈ છે.પરંતુ લોકોમાં જાગૃતિ ન હોવાથી રસ્તા પર કચરો ફેંકી રહ્યા છે. આ 24 નંબર નો વોર્ડ શ્રમિક વિસ્તાર છે લોકોની આવક સિમિત હોય વેરા બિલમાં વધારો એ પરિવાર પર આર્થિક માર છે. સોસાયટીઓની COP ની કેટલીક જગ્યાઓ ભૂમાફિયાએ પચાવી પાડી છે.તેનું નિરાકરણ લાવી શક્યા નથી.આવી COP માં રમત-ગમત ના સાધનો મુકાય તો બાળકો નું મનોરંજન સ્થળ બની શકે છે.

ડ્રેનેજની કામગીરી સારી થઈ
રાવ સાહેબ ગીરાશે (ઉ.વ. 28 રહે વિજય નગર ઉધના) એ જણાવ્યું હતું કે, હું નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાઉ છું.ગટર અને ડ્રેનેજ લાઈનની કામગીરી સારી છે પણ એના નિકાલની કામગીરીને લઈ લોકો હેરાન થાય છે. તમામ આરોગ્ય અને શાકભાજી માર્કેટમાં ગંદકીથી ખદબદી રહી છે એ સમસ્યા હલ થવી જોઈએ.વેરા અને લાઈટ બિલને લઈ લોકડાઉન પછી કોઈ સમય મર્યાદા ન અપાઈ અને વીજ કનેકશનો કાપી નખાયા તેને લઈ લોકોમાં પાલિકા સામે રોષ છે.પ્રાઇવેટ શિક્ષણને મહત્વ અપાઈ રહ્યું છે એટલે સરકારી શાળાઓ ખાલી છે.

રસ્તા પરના ખાડા દૂર થવા જોઈએ
પાંડેસરામાં 11 વર્ષથી બેકરીના ધંધા સાથે સંકળાયેલા વિકી રમેશભાઈ ચાવડા (ઉ.વ. 42 રહે. નવસારી- દુકાન પાંડેસરા પીયૂષ પોઇન્ટ) એ જણાવ્યું હતું કે, સમય પર કામ થતા જોયા છે.પાલિકા એ હજી કડક બનવાની જરૂર છે.પાંડેસરા પીયૂષ પોઇન્ટ પાસે જેપી બેકરી પાસે બ્રિજ બન્યો છે. જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે.પરંતુ રસ્તાઓ પરના ખાડા હજુ યથાવત છે તે દૂર થવા જોઈએ.વરસાદી પાણી ભરાતા હોવાની ઘટનાઓ ચોમાસામાં વારંવાર બને છે. ગાર્ડન અને સ્કૂલ-કોલેજોને લઈ આ વોર્ડમાં બાળકોના અભ્યાસને સમસ્યા છે.કોર્પોરેટરો ફરિયાદો સાંભળતા થયા એ પણ આનંદની વાત છે.

વોર્ડ નંબર-24ના મતદારોની સંખ્યા

પુરુષ -57303 સ્ત્રી -41538 અન્ય -8 કુલ - 98849

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો