તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વોર્ડ નંબર 22નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ભટાર-વેસુ-ડુમસમાં રસ્તા પણ દબાણનો પ્રશ્ન, પીવાના પાણીની કાયમી સમસ્યા, રખડતા ઢોરથી લોકો ત્રસ્ત

સુરત21 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • વેરા ભરતા હોવા છતાં લોકો સુવિધાથી વંચિત રહ્યા છે
  • પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી લોકો પરેશાન

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે નેતાઓ દ્વારા પાંચ વર્ષ દરમિયાન અનેક વાયદાઓ આપવામાં આવતા હોય છે. પરંતુ કામ કેટલા થાય છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં વોર્ડ નંબર 22 માં મુખ્ય વિતારો ભટાર વેસુ અને ડુમ્મસ છે. સુરતના ભટાર વિસ્તારમાં ઉમા ભવન, સોહમ સર્કલ, ડુમસ વિસ્તાર ,મગદલ્લા જેવા વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા વિકાસના કામો થયા છે. તેમ છતાં રસ્તા પરના દબાણીના પ્રશ્નો, પીવાના પાણીની કાયમી સમસ્યા અને રખડતા ઢોરોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.

રસ્તા પર દબાણ ની સમસ્યા
વિવેકભાઈ જણાવ્યું કે, અમારા ઉમાભવન વિસ્તારની અંદર મહદંશે રોડ ઉપર દબાણ જોવા મળે છે. શાકભાજી વિક્રેતાઓના કારણે રસ્તા ઉપર મોટા પ્રમાણમાં દબાણ થઈ જાય છે.તેથી ટ્રાફિકની સમસ્યા સાંજના સમયે વધુ જોવા મળે છે. શાકભાજી વિક્રેતાઓ દબાણ ન કરે તેના માટે કોર્પોરેશન દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવાયા નથી.

પાણી પૂરવઠો ઓછો
કલામ જીતુ રાણાએ જણાવ્યું કે, અમારા વેસુ વિસ્તારમાં પાણી યોગ્ય પ્રમાણમાં મળતું નથી. વિશેષ કરીને ઉનાળા દરમિયાન અમારા વિસ્તારમાં રહેતાં લોકોને પૂરતા પ્રમાણમાં જરૂરીયાત મુજબનું પાણી મળી નથી રહેતું. ઘણી વખત અમારી સોસાયટીના લોકો દ્વારા પાણીના ટેન્કરો બોલાવવાની ફરજ પડે છે. અમારા વિસ્તારમાં ખારા પાણીની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. બોરિંગ કર્યા બાદ પણ આ સમસ્યા ઉકેલાઈ નથી.

ઝડપથી વિકાસના કામો
મનસ્વી જૈન દ્વારા જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ખૂબ જ ઝડપથી વિકાસ ના કામો થઇ રહ્યા છે. વેસુ વિસ્તારને શહેરના પોશ વિસ્તાર માનવામાં આવે છે મોટાભાગના ઉદ્યોગપતિઓ અમારા વિસ્તારમાં રહે છે.રોડ સારા બનાવવામાં આવ્યા છે.તે ખૂબ જ સુંદર બનાવાયા છે .જે શહેરની શોભા વધારનારા છે. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ની ખૂબ કાળજી રાખવામાં આવી રહી છે.

રખડતા ઢોરોનો પ્રશ્ન
ભટાર ચાર રસ્તા થી સોહમ સર્કલ તરફ સ્થાનિક લોકોને રખડતા ઢોરના કારણે ભારે સમસ્યાઓ વેઠવી પડે છે અહીં પશુપાલન સાથે સંકળાયેલા લોકો ખૂબ જ માથાભારે છે કોર્પોરેશન દ્વારા તેમની સામે કડક હાથે કામ લેવાતા નથી. જ્યારે તબેલામાં રહેતા ઢોરોને છૂટા મૂકી દેવામાં આવે છે. તેની ફરિયાદ કરતા અમારા વિસ્તારમાં વારંવાર ઝઘડાઓ થતા રહે છે.કોર્પોરેશનની ઢોર પાર્ટી ઉપર પણ હુમલા કરવામાં આવે છે.

પીવાના પાણીનો પ્રશ્ન
શીતલ પટેલના કહેવા મુજબ અમારા વિસ્તારમાં પીવાના પાણીની વર્ષોથી સમસ્યા છે કોર્પોરેશનમાં આ વિસ્તાર ઘણા સમયથી આવી ગયો છે. છતાં પણ પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. દરિયાની બાજુમાં હોવા છતાં તરસ્યા રહેવું પડે એ પ્રકારની સ્થિતિ છે. તમામ વેરો ભરવા છતાં અમને સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો