તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • SMC POLL: Low Pressure Water Problem In Phulpada Ashwinikumar, People Suffering From Alcohol, Marijuana And Gambling Running Around The Railway Line

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત વોર્ડ નંબર 5 ગ્રાઉન્ડ રિપોર્ટ:ફૂલપાડા-અશ્વિનીકુમારમાં ઓછા પ્રેશરથી પાણી આવવાની સમસ્યા, રેલવે લાઈન આસપાસ ચાલતા દારૂ,ગાંજા અને જુગારથી લોકો ત્રસ્ત

સુરત12 દિવસ પહેલા
  • ગૌશાળાના રસ્તા પરના સર્કલને લઈને અનેક રજૂઆત છતા નિરાકરણ નહી
  • ફુલપાડા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા કારખાનાથી લોકો ત્રસ્ત

ફુલપાડા અશ્વિનીકુમાર વોર્ડ ખૂબ જ પ્રસિદ્ધ વિસ્તાર છે અશ્વિનીકુમાર રોડ એ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્રણ પાનના વડની જગ્યાએ કર્ણએ દેહ ત્યાગ કર્યો હતો. આ વિસ્તાર ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોના આસ્થાનું કેન્દ્ર પણ છે. ભારતીય જનતા પાર્ટીના શાસિત મહાનગરપાલિકામાં ફુલપાડાની અંદર વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો.વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારોએ લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે સતત સત્તા પક્ષ સાથે સંઘર્ષ કરવો પડ્યો છે. લોકોને ઓછા પ્રેશરથી મળતા પાણીના કારણે ઉનાળાના સમય દરમ્યાન ભારે કકળાટ જોવા મળતો હતો.જેને દૂર કરવા માટે સત્તાધારી પક્ષ અને સતત રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ જે પ્રકારનું પરિણામ મળવું જોઈએ તે મળી શક્યું નથી.સાથે જ રેલવે નજીક ચાલતી અસામાજિક પ્રવૃતિથી લોકો ત્રસ્ત થયા છે.

દારૂ જુગાર ગાંજા જેવા અસામાજિક પ્રવૃત્તિઓ
જીગીશાબેન વેકરીયાએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં દારૂ અને ગાંજાનો બેફામ વેચાણ થાય છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો પણ ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે. રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં સતત અસામાજિક તત્વો ગેર પ્રવૃતિઓ કરવામાં આવતા દૂર યુવાનનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે. મહિલાઓની સુરક્ષાને લઈને પણ આ અસામાજિક તત્વોના કારણે ભયનો માહોલ રહે છે.

પીવાના પાણીનો કકળાટ
ગીતાબેન સાવલિયા જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે અમારા વિસ્તારમાં ઉનાળાના ચારથી પાંચ મહિના પાણી ખૂબ જ ઓછા દબાણથી આવે છે. તેના કારણે ઉપયોગમાં લઈ શકાય એટલું પણ પાણી અમને મળતું નથી.પાણીનો પ્રશ્ન તાપી નદી નજીક હોવા છતાં હજુ યથાવત છે અને તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી.

રહેણાંક વિસ્તારમાં કારખાના
લલીતભાઈ અજમેરી ના કહેવા મુજબ અમારા રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગિક પ્રવૃત્તિઓ ખૂબ જ ચાલી રહી છે કારખાનાઓ ધમધમી રહ્યા છે તેના કારણે અવાજ પ્રદુષણ અને વાયુ પ્રદુષણ ખૂબ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તાર જાહેર થયો હોવા છતાં પણ નેતાઓની સાઠગાંઠમાં હોવાથી ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે.

ભાજપના કોર્પોરેટર ન હોવાથી ઓરમાયુ વર્તન
પ્રકાશભાઈ સંઘવીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હોવાથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી સમસ્યાઓને લઈને આંખ આડા કાન કર્યા છે. કોઈ પણ સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કર્યા બાદ કેટલાક અંશે કામ થાય છે મોટાભાગના ગામોમાં તેઓ સ્થાનિક લોકો સાથે અન્યાય કરે છે. જેના પાછળનું સૌથી મોટું કારણ અમને એવું લાગે છે . અહીં કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા છે અને શાસનમાં ભારતીય જનતા પાર્ટી છે. તેમની રાજકીય કિન્નાખોરી ને કારણે અમારા વોર્ડમાં વિકાસના કામો ખૂબ જ ઓછા થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો