તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતના ડિંડોલી વિસ્તારમાં મહદઅંશે પરપ્રાંતીય લોકોની વસ્તી વસવાટ કરે છે. અહિં વિકાસ ખૂબ જ ધીમી ગતિએ થયો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિશેષ કરીને પાણી ગટર અને રસ્તાની સમસ્યાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે.સ્વચ્છતાના નામે પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારની અવગણના કરવામાં આવી હોય તેવું લાગે છે. ડિંડોલી વિસ્તારમાં મહદંશે કામદાર વર્ગ ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે, જેને પરિણામે આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો અહીં ઉભા થયા છે.
ગંદકીની સમસ્યા
સંજય મિશ્રાના કહેવા પ્રમાણે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાને લઈને હંમેશા સ્થાનિક નેતાઓને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ માર્કેટ વિસ્તારમાં કાચા મકાનોની આસપાસ ગંદકીના ઢગલા જોવા મળે છે. ડોર ગાર્બેજ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અમારે સોસાયટીઓના અમુક ભાગોને બાદ કરતાં દેખાતી નથી. અલગ અલગ વિસ્તારના મોહલ્લામાં કચરાનો ઢગ જોવા મળે છે.
ડ્રેનેજ લાઈનની અપૂરતી વ્યવસ્થા
ધનસુખ રાજપૂતના જણાવ્યા પ્રમાણે ડિંડોલીનો કેટલોક વિસ્તાર એવો છે કે, જે હજી સુધી લોકો મોટા પ્રમાણમાં રહેવા ગયા નથી પરંતુ બિલ્ડરો સાથેની સાંઠગાંઠમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ આપી દીધી છે, પરંતુ જે વિસ્તારમાં લોકો રહે છે. ત્યાં ડ્રેનેજની પાઈપલાઈનનું કામ ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે જે હજી સુધી પૂર્ણ થયું નથી. જેને કારણે લોકો મારો સ્વાભાવિક રીતે જ હેરાન થતાં જોવા મળી રહ્યા છે.
ગંદકીથી રોગચાળો
સુનિતા રાજપૂતના જણાવ્યા પ્રમાણે અમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત રહ્યાં કરે છે, કારણ કે, વરસાદ દરમિયાન ઘણી સોસાયટીઓ છે કે, જેમાં પાણીનો ભરાવો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તેને કારણે મચ્છરજન્ય રોગોથી અમારા બાળકો અને વડીલોને ખૂબ જ તકલીફ થાય છે. વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.
વિકાસના કામને ધીમી ગતિ
મધુસુદનસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે, અમારા વિસ્તારમાં વિકાસના કામો ખૂબ ઓછા થાય છે, અને જે કામ શરૂ કરવામાં આવે છે. તે પણ ખૂબ અભિનંદનથી કરવામાં આવે છે. વિશેષ કરીને રસ્તા બનાવતી વખતે અથવા તો ડ્રેનેજ લાઈન નો સમારકામ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવે ત્યારે જે કામ 10 દિવસમાં પૂર્ણ થવું જોઇએ તે કામ એક મહિના સુધી ખોરંભે પડી રહેતું હોય છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.