તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:SMCની જમીન પર કબજો કરનારે અધિકારીની પાંસળી ભાંગી નાખી, લિંબાયતમાં ગેરકાયદે પે એન્ડ પાર્ક ખાલી કરવા કહેતા બદમાશોનો હુમલો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની સ્કૂલની જમીન પર ગેરકાયદે ચાલી રહેલું પે એન્ડ પાર્ક  અને ઇન્સેટમાં કેતન પટેલની તસવીર - Divya Bhaskar
પાલિકાની સ્કૂલની જમીન પર ગેરકાયદે ચાલી રહેલું પે એન્ડ પાર્ક અને ઇન્સેટમાં કેતન પટેલની તસવીર

લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં રમાબાઇ ચોક પાસે એસએમસીની પ્રાથમિક શાળાની ખાલી જમીન પર બદમાશે કબજો કરીને તેના પર ગેરકાયદેસર પે એન્ડ પાર્કિંગ શરૂ કરતા SMCના આસિ.ટાઉન પ્લાનરે ખાલી કરવા કહેતા બદમાશોએ હુમલો કરીને પાંસળી ભાંગી નાખી હતી. ​​​​​​​લિંબાયતના મીઠીખાડીમાં રમાબાઈ ચોક પાસે એસએમસીની નગર પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરીત થતાં એસએમસીએ તોડી નાખી હાલ આવક વધારવા મીનાબેન પટેલ નામની કોન્ટ્રાક્ટરને પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી 7 જાન્યુ.એ લિંબાયત ઝોનના જમીન-મિલકત વિભાગના આસિ.ટાઉન પ્લાનર કેતન પટેલ તેમજ ટેક્નિકલ આસિ. પરેશ હરી પ્રજાપતિ સાથે જગ્યા પર ગયા હતા.

તે જમીન પર પહેલાથી અજાણ્યાઓએ કબજો કરી ગેરકાયદેસર પે એન્ડ પાર્કિંગ શરૂ કરી રૂપિયા લેતા હોવાનું જણાયું હતું. કેતન પટેલે અજાણ્યાઓને કહ્યું કે, જગ્યા એસએમસીની છે, તેથી એક ઇસમે તેના ફોનમાંથી અજાણ્યા ઇસમ સાથે કેતન પટેલને વાત કરાવી હતી. ત્યારે કેતન પટેલે અજાણ્યાને કહ્યું કે, જમીન કોન્ટ્રાક્ટ પર અપાઈ ગઈ છે. તને પ્રોબ્લેમ હોય તો આટલે આવ. ત્યારે અજાણ્યાએ કહ્યું કે, તુમ લોગ યહાં સે ચલે જાવો નહીં તો માર ખાવોગે કહી સાગરિતો માર મારવા લાગ્યા હતા. ત્યારે કેતને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાની કોશિશ કરતા પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખીશું એવું ધમકી અાપી હતી. કેતન પટેલને પાસળીમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 6 દિવસ પછી કેતન પટેલ(રહે.ભીમરાડ)એ રઝાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉપરી અધિકારીની મંજૂરી બાદ 6 દિવસે FIR થઈ
કેતન પટેલને બનાવના રોજ સ્મીમેર લઈ જવાયા ત્યારે ત્યાંથી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ફરિયાદ લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે કેતને પોલીસને જણાવ્યુંં કે, આ બાબતે ઉપરી અધિકારીની મંજૂરી લઈને ફરિયાદ આપવા આવીશ એવું કહેતા પોલીસ પાછી ફરી હતી. 6 દિવસ પછી ફરિયાદ નોંધાવી છે. પોલીસ એકની પણ ધરપકડ કરી શકી નથી. આ બાબતે કેતન પટેલને પૂછતા કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. PSI એ.બી. ચૌધરીએ કહ્યું કે, ફરિયાદી જ્યારે ફરિયાદ આપે ત્યારે જ પોલીસ દાખલ કરી શકે એમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser