તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સરથાણામાં મહિલા પોલીસ પાસેથી સ્માર્ટ ફોન ઝૂંટવાયો, શહેરમાં સ્નેચર્સથી પોલીસ પણ અસલામત

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સરથાણામાં શુક્રવારે મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલા કોન્સ્ટેબલના હાથમાંથી સ્નેચર્સ મોબાઇલ આંચકીને નાસી ગયા હતા. સરથાણામાં શ્યામધામ ચોક પાસે સરસ્વતી વિહાર સોસાયટી વિભાગ-1માં રહેતા સોનલબેન પિયુષ કાકડિયા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ( એલઆર) છે. તેઓને તેમના ભાઈએ 18 હજાર રૂપિયાની કિંમતનો ફોન ગીફ્ટ કર્યો હતો.

શુક્રવારે સવારે સવા છ વાગે તેઓ ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. બાપા સિતારામ ચોકથી યોગી ચોક ચાર રસ્તા થઈ મહાવીર સર્કલ તરફ જતા હતા ત્યારે તેમના પાછળથી એક બાઇક પર બે સ્નેચર આવ્યા હતા.પાછળ બેસેલા સ્નેચરે સોનલના હાથમાંથી મોબાઇલ આંચકીને નાસી ગયા હતા. સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો