વિરોધ:સુરતના પલસાણામાં દસ્તાન ફાટક રેલવે ઓવરબ્રિજની ધીમી કામગીરીથી રોષ, BHP દ્વારા વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

સુરત5 મહિનો પહેલા
BHPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રેલવે ટ્રેક પર પહોંચી નારાબાજી કરr.
  • નેતાઓ પણ જાણે ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં ઉદાસીન

સુરત જિલ્લાના પલસાણામાં અતિ વ્યસ્ત રેલવે ફાટક પૈકીના એક દસ્તાન રેલવે ઓવર બ્રિજના કામ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યું છે વર્ષોથી આ બ્રિજ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ વર્ષોબાદ પણ કામ હજુ પૂર્ણ થયું નથી.અધૂરા કામને પગલે ભારતીય હીત રક્ષક પાર્ટી દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો હતો.

વાહનચાલકો પણ વારંવાર પરેશાન થઈ રહ્યા છે
ખૂબ જ મહત્ત્વના એવા રેલવે ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થયેલ આ કામને હજી પૂર્ણ ન કરાતા લોકોમાં પણ કામગીરીને લઇને રોષ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી વાહનચાલકો પણ વારંવાર પરેશાન થઈ રહ્યા છે. આ રેલવે ઓવરબ્રિજનું કામ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા પણ સત્તા પક્ષના નેતાઓને આ બ્રિજ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નેતાઓ પણ જાણે આ કામ પૂર્ણ કરવામાં ઉદાસીન હોય તેવું લાગે છે.

ટીગાટોળી સાથે અટકાયત કરવામાં આવી.
ટીગાટોળી સાથે અટકાયત કરવામાં આવી.

રેલવે ટ્રેક પર પહોંચી નારાબાજી કરતા અટકાયત
સરકાર ભલે વારંવાર જાહેરાત કરતી હોય છે કે લોકોની સુવિધા વધારવા માટે અમે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે અને તેમાં પણ વિશેષ કરીને નવસારી જિલ્લામાં અને સુરત જિલ્લામાં કેટલાક એવા ફાટકો છે કે જ્યાં રેલવે ઓવરબ્રિજની ખૂબ જરૂરિયાત છે. રોજ રેલવે ફાટક પરથી પસાર થતા વાહનચાલકોને ઘણીવાર ટ્રેન પસાર થાય ત્યાં સુધી ફાટક ઉપર ઊભા રહેવાની ફરજ પડે છે અને તેના કારણે ચક્કાજામ જેવી સ્થિતિ થઇ જાય છે. લોકોનું ઈંધણ અને સમય પણ વેડફાય છે. BHPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રેલવે ટ્રેક પર પહોંચી નારાબાજી કરતા હાજર પલસાણા પોલીસે તમામને ડિટેઇન કર્યા હતા. કાર્યકરોને ડિટેઇન કરી પલસાણા પોલીસ મથકે લઈ જવાયા હતા.

મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી.
મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનના અભાવે કામ ખોરંભે ચડ્યુ
સુનિલ સોનવણે જણાવ્યું હતું કે 2016માં નીતિન પટેલના હસ્તે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે જણાવ્યું હતું કે 2018 સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ થઇ જશે પરંતુ અત્યારે 2021 સુધીમાં પણ આ કામ પૂર્ણ થયું ન હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે. વર્ષો વીતી ગયા બાદ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનના અભાવે આ કામ ખોરંભે ચડ્યું છે.

સરકાર વિરુદ્ધ નારેબાજી કરી.
સરકાર વિરુદ્ધ નારેબાજી કરી.