દુર્ઘટના:સુરતના અલથાણમાં નિર્માણાધિન સિટી બસ ડેપોનો ટેકા પ્લેટ સાથેનો સ્લેબ તૂટી પડ્યો, બે શ્રમિકોને ઈજા

સુરતએક વર્ષ પહેલા
ટેકા પ્લેટ સાથેના સ્લેબનું માળખું પડતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં.
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

સુરતના અલથાણ-ભટાર વિસ્તારમાં નિર્માણાધિન સિટી બસ ડેપોનો સ્લેબ 'ટેકા પ્લેટ સાથે તૂટી પડ્યો હતો. જેથી કામ કરી રહેલા બે શ્રમિકો દબાઈ જતા ઈજાગ્રસ્ત થયાં હતાં. જેથી કામ કરતાં અન્ય શ્રમિકોએ તાત્કાલિક દબાલેયા શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

ટેકા પ્લેટ સાથેનો સામાન પડતાં બે શ્રમિકોને ઈજા પહોંચી હતી.
ટેકા પ્લેટ સાથેનો સામાન પડતાં બે શ્રમિકોને ઈજા પહોંચી હતી.

ટેકા-પ્લેટ પડતાં શ્રમિકોને ઈજા
અલથાણ-ભટાર વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા દ્વારા ટીપી નંબર 28ના ફાઈનલ પ્લોટ નંબર 157 પર સિટી બસ સ્ટોપ/ ટર્મિનલ અને વર્ક શોપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ.એલ. પટેલ દ્વારા સમગ્ર કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા બાંધકામમાં આજે સ્લેબ ભરવાના ટેકા પ્લેટ સહિતનો સામાન પડતાં બે શ્રમિકોને ઈજા પહોંચી હતી.

દબાયેલા શ્રમિકોને સ્થાનિકો અને અન્ય શ્રમિકોએ બચાવ્યાં હતાં.
દબાયેલા શ્રમિકોને સ્થાનિકો અને અન્ય શ્રમિકોએ બચાવ્યાં હતાં.

સ્થાનિકોએ બચાવ કામગીરી કરી
સાંજના સમયે ટેકા પ્લેટ સાથેનો સ્લેબ તૂટી પડ્યો એ વખતે બે શ્રમિકો દટાઈ ગયાં હતાં.જેથી તાત્કાલિક સ્થાનિકો અને શ્રમિકોએ બચાવ કાર્ય કર્યું હતું. જો કે આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી નહોતી. પરંતુ સુત્રોએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને દુર્ઘટનાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

બે શ્રમિકોને ઈજા-કોર્પોરેટર
કનુભાઈ પટેલ (વોર્ડ નંબર 29 ના કોર્પોરેટર અને TP કમિટીના ચેરમેન)એ કહ્યું કે, આવી ઘટના બની હોવાની મને જાણ થઈ છે. ઘટના સ્થળે એક અધિકારી હતાં. જેઓ પોતાની ગાડીમાં ઇજાગ્રસ્ત બન્ને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.