‘સ્કેટાથોન’નું આયોજન:દેશમાં પહેલીવાર સુરતમાં સ્કેટિંગ મેરેથોન ‘સ્કેટાથોન’નું આયોજન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં પહેલીવાર સુરતમાં સ્કેટિંગની મેરેથોન ‘સ્કેટાથોન’ યોજાવા જઈ રહી છે. જે રવિવારે 20 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સ્કેટાથોન શરૂ થઈને રાહુલરાજ મોલ સુધી જશે અને ત્યાંથી યુટર્ન થશે. સ્કેટાથોન 3 કેટેગરીમાં યોજાશે. જેમાં 3 કિમી, 5 કિમી અને 7 કિમીની રેસ સામેલ છે.

સ્પર્ધામાં 5થી 18 વર્ષ સુધીના લોકો ભાગ લઈ રહ્યા છે. 18થી ઉપરની કેટેગરી માટે ફન સ્કેટિંગ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં 800થી વધારે લોકો સામેલ છે. મુખ્ય આયોજન અને ધ સોલ્યુશનના ડેની નિર્બાને જણાવ્યું હતું કે, 7 અને 10 કિમીની સ્કેટિંગમાં ભાગ લેનારા લોકોને ટાઇમિંગ ચિપ અપાશે જે મેરેથોન અને સાઇક્લોથોનમાં આપવામાં આવે છે. આ સ્કેટિંગ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા અને વાત્સલ્ય એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના લાભાર્થે યોજવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...