સ્કેટના ઇજનેરી વિદ્યાર્થીઓએ ગાડીનું લોકેશન ટ્રેક કરી શકાય તેવી એપ્લિકેશન બનાવી છે. નો-પાર્કિંગ ઝોનમાંથી ટો થતી વાહનની માહિતી માટે એન્ડ્રોઇડ ફોનની એપ્લિકેશન બનાવી છે. શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કર્યું હોય અને ટ્રાફિક પોલીસ વાહન ઉઠાવી જાય છે. તે સહિતની માહિતી મેળવી શકાશે. એવામાં જ ઉદભવતી સમસ્યા સમસ્યાનું નિરાકરણ એન્ડ્રોઇડ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવ્યું છે. સ્કેટ એન્જિનિયરિંગના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસ માટે ફાઇન્ડ માય વ્હીકલ નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે.
જે એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેશન સિસ્ટમ માટે વિકસાવવામાં આવી છે. આઈઓએસ જેવી સિસ્ટમમાં કાર્યરત થશે નહીં. આ એપથી નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનની નંબર પ્લેટની તસવીર લેવામાં ટ્રાફિક પોલીસને એપ મદદરૂપ થશે. તેની સાથે એપ વાહનનું લોકેશન, સમય અને તારીખ કેપ્ચર કરશે. દરેક તારીખે દરેક વિસ્તારમાંથી કેટલા વાહનો ટો કરવામાં આવે છે. તેની વિગતો મેળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થશે અને બીજી તરફ જેનું વાહન ટો કરવામાં આવ્યું છે. તેઓ વાહનની નંબર પ્લેટની વિગત દાખલ કરીને, તેમનું વાહન જ્યાં રાખવામાં આવ્યુ છે તેની વિગતો ચકાસી શકે છે. આ મોબાઈલ એપથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તેમજ પ્રજાજનો બંનેને લાભ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.