તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂમ સ્ટાઇલમાં ભારે પડશે:સુરતમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકોને પકડવા માટે છ પોઇન્ટ ગોઠવાયા, 6 બાઈક અને 2 કાર કબજે

સુરત22 દિવસ પહેલા
પોલીસે ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા ચાલકો સામે 308 મુજબનો ગુનો નોંધી બાઈક કબજે લીધી.
  • અઠવાગેટ, પાર્લે પોઇન્ટ રાંદેર અને યુનિવર્સિટી રોડ પર થતી બાઈક રેસ પર ખાસ નજર

શહેરભરના કેટલાક એવા વિસ્તારો છે કે જેમાં યુવાનો ઓવર સ્પીડથી બાઈક ચલાવતા હોય છે. તેના કારણે અન્ય રાહદારીઓ અને વાહનચાલકોના જીવો પર પણ જોખમ તોળાતું હોય છે. સુરત શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા ચાલકોને પકડવા માટે છ પોઇન્ટ ગોઠવાયા છે. જે અલગ અલગ વિસ્તારના છે અને અલગ અલગ પોઈન્ટ બદલતા રહેશે. જેમાં પોલીસે 6 બાઇકો અને 2 કાર કબ્જે કરી 308 મુજબ ગુનો નોંધ્યા છે.

સ્પોર્ટ્સ બાઈક કેટીએમ, કરિઝ્મા જેવી બાઈક કબજે કરાઈ.
સ્પોર્ટ્સ બાઈક કેટીએમ, કરિઝ્મા જેવી બાઈક કબજે કરાઈ.

પોશ વિસ્તારમાં ધૂમ સ્ટાઈલમાં બાઈકની રેસ થાય છે
સુરતના પોશ વિસ્તાર અઠવાગેટ, પાર્લે પોઇન્ટ અને રાંદેર જેવા વિસ્તારોમાં વાહનચાલકો રેસ લગાવતા હોય છે. યુનિવર્સિટી રોડ પર પણ બાઈક પર રેસ કરતા યુવાનો જોવા મળતા હોય છે. બેફામ રીતે ઓવર સ્પીડથી બાઈક ચલાવવાના કારણે ઘણી વખત અકસ્માતમાં અન્ય વાહન ચાલકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વખત આવે છે.

6 બાઈકની સાથે બે કાર પણ કબજે કરવામાં આવી.
6 બાઈકની સાથે બે કાર પણ કબજે કરવામાં આવી.

ટ્રાફિક વિભાગની કાર્યવાહી
શહેરભરમાં ઓવર સ્પીડ થી ગાડી ન ચલાવવામાં આવે અને જે લોકો ચલાવે છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ ગોઠવી 6 કેશો કરવામાં આવ્યા છે. પોલીસે 6 બાઇક અને 2 કાર કબ્જે કરી 308 મુજબ ગુનો નોંધ્યા છે. આ તમામ ગુનામાં લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બાઇકો અને કાર ચલાવતા હતા. બાઇકો સ્પીડ અને અવાજ કરીને રોડ પર રેસ લગાવતા હોય છે.ટ્રાફિક પોલીસ દ્વારા હજુ પણ આવા બાઈક ચાલકો સામે કાર્યવાહી કરશે ..

ગત રોજ જ પૂરપાટ જતી બાઈકનો કાર સાથે અકસ્માત થતા એકનું મોત
અડાજણ પ્રગતિ નગર ખાતે રહેતો હર્ષ ભરતભાઈ પ્રજાપતિ(19)ના પિતા સીઝનલ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હર્ષ ધો.11માં અભ્યાસ કરતો હતો. બુધવારે હર્ષ તેના મિત્ર પ્રણવ રાકેશ સિમ્પી તેમજ અન્ય મિત્રો સાથે વેસુમાં ફોટોગ્રાફી કરવા નીકળ્યો હતો. દરમિયાન હર્ષ અને રાકેશ બાઈક પર સવાર થઈ ગૌરવપથ પરથી ઘરે પરત જતા હતા. ત્યારે ગૌરવપથ કારગીલ ચોક નજીક ક્રોમાના શોરૂમની સામે પૂરપાટ જતી બાઈકનો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલો પ્રણવ સીમ્પી ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો