અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલા કરોડોની કિંમતની જમીનના દસ્તાવેજ સાથે ચેડા કરવાના પ્રકરણમાં પકડાયેવા પ્રકાશ અને વિજયને પોલીસે શુક્રવારે કોર્ટ સમક્ષ રજુ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પ્રકાશના છ દિવસના જ્યારે વિજયના એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલા ૧૯૬૧ ના પાચ દસ્તાવેજ સાથે ચેડા કરી કરોડોની જમીનમાં પચાવી પાડવાના કારસાનો કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાંચે સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી દસ્તાવેજ બહાર કાઢી આપનાર પટાવાળા પ્રકાશ રાઠોડ અને બોગસ માલિક બનાવેલા મૃતક છીબુ પટેલના પુત્ર વિજય પટેલની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કરી હતી.
પટાવાળા પ્રકાશે કઇ રીતે દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી બહાર કાઢ્યા કેટલા દિવસ સુધી બહાર રહ્યા, અન્ય કોની કોની સંડોવણી છે.વગેર મુદ્દાઓ રજુ કરીનો રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પ્રકાશ રાઠોડના છ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. જ્યારે વિજયના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
આરોપીઓના રિમાન્ડમાં કડી ખુલવા માંડી
સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલા દસ્તાવેજો સાથે ચેડા કરવાના આ ચકચારી કાંડમાં હાલ મુખ્ય આરોપી ગણાતા સંજય શાહ અને દલાલ કેતન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજેશ ઉર્ફે લાલીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન એક પછી એક કડી ખુલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં મોટામાથા પણ બહાર આવવાની શક્યતા રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.