પ્રચાર-પ્રસાર:3 બેઠક પર નારાજ સીટિંગ ધારાસભ્યો પણ પ્રચારમાં

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટ કપાતા શરૂ થયેલો વિરોધ શાંત પડ્યો

સુરત શહેરની 12 બેઠક પૈકી 3 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલતા શરૂઆતમાં થયેલો વિરોધ હવે શાંત પડ્યો છે. મોડેમોડે ભાજપ ડ્રેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી છે. ત્રણેય બેઠકના સિટીંગ ધારાસભ્યો હવે ઉમેદવારો સાથે પ્રચાર-પ્રસાર તથા જાહેર સભાઓમાં સાથે નજરે પડી રહ્યા છે.

કામરેજના સિટીંગ ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા, ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલની ટિકીટ કપાઇ હતી. કામરેજમાં પ્રફુલ્લ પાનસેરિયાને ટિકીટ આપતા એક સોસાયટીમાં પુતળા દહન કરી વિરોધ કરાયો હતો.

ઉધનામાં વિવેક પટેલની ટિકીટ કપાતા ઉમેદવારબદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગ્યા હતા. તો ચોર્યાસીમાં ઝંખના પટેલના સમર્થકોએ વિરોધ કરવા સાથે ઝંખના પટેલને જ ટિકીટ આપવાની માંગ કરી હતી. જો કે, હવે ત્રણેય પાર્ટીનો આદેશ સર્વોપરી માનીને સાથી ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરતાં દેખાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...