સુરત પૂર્વ બેઠક પર દાવેદારી નોંધાઇ:સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા સહિત પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલા અને કાશીરામ રાણાના પુત્રએ દાવેદારી નોંધાવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત પૂર્વ બેઠકો પર પૂર્વ શહેર પ્રમુખે દાવેદારી નોંધાતા ઉત્સાહનો માહોલ. - Divya Bhaskar
સુરત પૂર્વ બેઠકો પર પૂર્વ શહેર પ્રમુખે દાવેદારી નોંધાતા ઉત્સાહનો માહોલ.

સુરત પૂર્વ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી રસાકસીથી પણ જીત મેળવી લેતી હોય છે. આ વિસ્તારમાં રાણા, ખત્રી અને મુસ્લિમ સમાજના મતદારો વધારે છે. આ બેઠક ઉપર ભૂતકાળમાં એક વાર કોંગ્રેસ પણ જીતી ચૂક્યું છે. આ વખતે અરવિંદ રાણાને લઈને કાર્યકર્તાઓને નારાજગીથી પાર્ટી પણ ચિંતામાં છે.

સુરત પૂર્વ બેઠકો પર પૂર્વ શહેર પ્રમુખે દાવેદારી નોંધાવતા ઉત્સાહનો માહોલ
સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાએ પણ દાવેદારી નોંધાવતા માહોલ ચર્ચાસ્પદ બન્યો હતો. અરવિંદ રાણાનું પત્તુ કપાય તેવી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે અને તેની જગ્યાએ આ વખતે નિતીન ભજિયાવાલાની ટિકિટ ફાઇનલ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. નીતિન ભજિયાવાલાએ દાવેદારી કરતા તેમના સમર્થકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. બીજી તરફ અરવિંદ રાણાના સમર્થકોમાં સોપો પડી ગયો હતો.

શહેર પ્રમુખ તરીકે નીતિન ભજિયાવાલાની સરાહનીય કામગીરી
આંતરિક જૂથવાદને બાદ કરતાં સુરતના કેટલા દમદાર નેતાઓની અંદર નીતિન ભજિયાવાલાની ગણતરી કરવામાં આવે છે. સી.આર.પાટીલ જુથથી વિરોધમાં તેમને હંમેશા જોવાતા હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના સારા સંબંધો હોવાને કારણે સુરત પૂર્વમાં તેઓ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. અરવિંદ રાણાને લઈને સમયાંતરે તેમના વિસ્તારમાં લાગતા બેનરોમાં ખૂબ વિરોધ જોવા મળી રહ્યો હતો. તેમના વિસ્તારમાં કામ થતાં ન હોવાની પણ બુમરાળ ઉઠી રહી હતી.

કાશીરામ રાણાના પુત્રએ પણ ટિકિટ માગી
સુરત પૂર્વમાં ખૂબ મોટી સંખ્યામાં રાણા અને ખત્રી સમાજનું વર્ચસ્વ છે. કાશીરામ રાણા જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પૈકીના એક હતા તેમનો આ વિસ્તારમાં ખૂબ પ્રભુત્વ જોવા મળતું હતું. કાશીરામ રાણાના પુત્ર દિપક રાણાએ આજે નિરીક્ષકો સામે પોતાની દાવેદારી મૂકી હતી. સુરત પૂર્વ બેઠકમાં કાશીરામ રાણાની તેમના સમાજમાં અને ખત્રી સમાજમાં પણ ખૂબ સારી પકડ હતી. જેના આધારે દિપક રાણાએ પણ પોતાની દાવેદારી નિરીક્ષકો સામે મજબૂતાઈથી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...