સરહદે રક્ષાબંધન ઉજવાશે:સુરતથી હિન્દુ મુસ્લિમ ટ્રસ્ટની બહેનો દ્વારા બોર્ડર પર 1000 જવાનોને રક્ષા બંધાશે, સ્પેશિયલ ચાઈલ્ડ દ્વારા રાખડી તૈયાર કરાઈ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી કચ્છ ભુજની બોર્ડર પર 11 મહિલાઓ અને નવ ભાઈઓ રક્ષાબંધન માટે જવા નીકળ્યા

પવિત્ર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશના સીમાડા સાચવતા વીર જવાનોને રાખડી બાંધવા માટે સુરતના અમી ચેરીટેબલ ટ્રસ્ટ અને યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો પાસે રાખડીઓ તૈયાર કરાવીને વીર જવાનોને રાખડી બાંધવા માટે 20 લોકોને ટીમ બોડર જવા રવાના થઈ છે. રાખી કી ઝાંખીના સંદેશ સાથે રક્ષાબંધન કરીને જવાનોને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવવામાં આવશે.

હિંદુ મુસ્લિમ એકતાનો સંદેશ ફેલાવાશે

લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રમુખ જુનેદ ઓરાવાલાએ જણાવ્યું હતું કે જવાનોની રક્ષામાં નાત જાતના ધર્મ જોવાના આવતા નથી અમે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ બોર્ડર ઉપર પણ ફેલાવીશું આ રાખડીઓ માનસિક દિવ્યાંગ બાળકો પાસે તૈયાર કરાવીને તેમને પણ આત્મ નિર્ભર બનાવવા પ્રયત્ન કર્યો છે આજે રક્ષાબંધન માટે જવા નીકળેલી ટીમને ભાજપ કાર્યાલય ખાતેથી રવાના કરવામાં આવી છે.

આપણી રક્ષા કરનારને રાખડી બાંધવી આપણી ફરજ

અમી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમી જોગીયા અને સભ્ય હેતલ નાયકે જણાવ્યું હતું કે, દેશના વીર જવાનો સરહદ ઉપર રહીને આપણે રક્ષા કરતા હોય છે ત્યારે આ વીર જવાનોના કાંડા પર પવિત્ર રક્ષાબંધન એ રાખડી બાંધવી તે આપણી ફરજ છે જેથી અમે સુરતથી રક્ષાબંધન અગાઉ જ ત્યાં પહોંચી જઈને રક્ષા સુત્ર જવાનોના કાંડે બાંધીને તેમના દીર્ઘ આયુષ્ય ની કામના કરીશું સાથે જ આપણી રક્ષા કરનારની આપણે બહેનો દ્વારા રક્ષા કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...