તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ:બહેનની અંતિમ ઇચ્છા અધૂરી જ રહી, મૃતકના ભાઈએ વલોપાત કરતા કહ્યું, ‘બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા હતી, હું લેવા ગયો અને તેને મોત મળ્યું’

સુરતએક મહિનો પહેલા
મૃતક ઉવર્શીની તસવીર
  • પોલીસે આરોપી અતુલ વેકરિયા સામે હળવી કલમ લગાવતા તપાસ સામે સવાલ ઊભા થયા છે
  • આરોપી અતુલ વેકરિયાએ પોલીસ સમક્ષ દારૂ પીને કાર ચલાવતો હોવાનું કબૂલ્યું

મૃતક ઉર્વશીના ભાઇ નિરજ ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે કોઇકવાર જ ફ્રેંકી લેવા માટે અહીં આવતા હતા. શુક્રવારે બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા થતા અમે ગયા હતા. તે મોપેડ પાસે જ બેઠી હતી અને હું ફ્રેંકીનો ઓર્ડર આપવા ગયો હતો. ત્યારે જ ધસમસતી આવેલી વૈભવી કારના ચાલકે મારી બહેનને ઉડાડી હતી. હોસ્પિટલમાં લઇ જઉ તે પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. અકસ્માતના કેસમાં મૃત્યુના બદલામાં મૃત્યુની સજા જ જોઇએ. પૈસાવાળા લોકો પૈસા ખવડાવીને છુટી જશે. ભવિષ્યમાં કોઇ આ રીતે અકસ્માત ન કરે તેનો દાખલો બેસવો જોઇએ.

આરોપી અતુલ વેકરિયાની તસવીર
આરોપી અતુલ વેકરિયાની તસવીર

પોલીસે હળવી કલમ લગાવી હોવાનો આક્ષેપ
શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસે ભાજપના એમએલએના ઇશારે સાપરાધ મનુષ્ય વધની 304 કલમ હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર અકસ્માતની 304(અ) કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેથી ઘટનાના 24 જ કલાકમાં અતુલ વેકરિયાને જામીન મળી ગયા હતા.

ગઈ કાલે નશાની હાલતમાં અતુલ વેકરિયાએ મોપેડને ટક્કર મારી હતી
ગઈ કાલે નશાની હાલતમાં અતુલ વેકરિયાએ મોપેડને ટક્કર મારી હતી

સમગ્ર ઘટના શું હતી?
શુક્રવારે મોડી સાંજે 9 વાગે દારૂ પીધેલી હાલતમાં વૈભવી કાર હંકારી વેસુના અભિષેક પાર્કમાં રહેતી અને યુનિવર્સિટીમાં જુ. ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય ઉર્વશી ચૌધરીનું 25થી 30 ફૂટ જેટલી ઘસડી હતી. ઉર્વશી તેના ભાઇ સાથે એસ.ડી. જૈન સ્કૂલ પાસે ફ્રેંકી લેવા માટે આવી હતી. અકસ્માત બાદ લોકોએ અતુલ વેકરિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસ 9 કલાક પછી એટલે કે સવારે 5 વાગે સિવિલ હોસ્પિટલમાં વેકરિયાનું મેડિકલ કરાવવા માટે લઇ ગઇ હતી. 24 કલાક પછી પણ તેની સામે દારૂ પીધાનો કેસ નોંધાયો નથી.

પોલીસે ગઈ કાલે આરોપી અતુલ વેકરિયાની અટકાયત કરી હતી
પોલીસે ગઈ કાલે આરોપી અતુલ વેકરિયાની અટકાયત કરી હતી

દારૂના નશામાં અકસ્માત થાય તો 304 હેઠળ ગુનો બને

  • દારૂના નશામાં અકસ્માત કરનાર સામે સાપરાધ મનુષ્યવધ લાગુ પડે. કોઇપણ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવે છે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આવી સમજણ હોવા છતા વાહન ચલાવે તો 304 હેઠળ ગુનો દાખલ થાય.: સુધિર સિન્હા, નિવૃત્ત ડીજીપી
  • અકસ્માતના ગુનામાં ચાલક દારૂ પીધેલો હોય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો બને છે. જે જામીનપાત્ર નથી અને તેમાં સજાની જોગવાઇ પણ 10 વર્ષની હોય છે. આરોપીના મેડિકલ પછી 304નો ગુનો દાખલ થઇ શકે. : ઝમીર શેખ, એડવોકેટ
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો