તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની સફળતા:સુરતમાંથી 5 અને 6 વર્ષની બે પિતરાઈ બહેનો ગુમ થઇ, 60 જેટલા પોલીસે શોધખોળ કરતા મુંબઈ પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું

સુરતએક મહિનો પહેલા
બંને બાળકીઓ સીસીટીવીમાં કેદ થઈ હતી.
  • કલાકોની શોધખોળ અને CCTV ફૂટેજને આધારે બાળકીઓ મુંબઈના બાંદ્રા હોવાની સચોટ માહિતી મળી

સુરતના પુણાગામ વિસ્તારમાંથી બે પિતરાઈ બહેનો શુક્રવારની બપોરના ઘર નજીક રમતાં રમતા અચાનક ગુમ થઇ જતા ભારે હોબાળો મચી ગયો હતો. ડરના માર્યા પરિવારજનો ચિંતામાં મુકાય ગયા હતા. રાત્રે 11 વાગ્યે પરિવારજનોએ પુણાગામ પોલીસ સ્ટેશનમાં બન્ને બાળકીઓ ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી.ઘટનાને ગંભીરતાથી લઈ પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના 60 જેટલા પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક બાળકીઓની શોધખોળ શરૂ કરી હતી. કલાકોની શોધખોળ અને CCTV ફૂટેજ ને આધારે બાળકીઓ મુંબઈના બાંદ્રા હોવાની સચોટ માહિતી મળતા આજે સવારે પોલીસની એક ટીમ બાળકીઓને લેવા માટે બાંદ્રા રવાના થઇ હતી.

15થી 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા
વી.યુ.ગડરિયા (પુણાગામ પોલીસ સ્ટેશનના પીઆઇ) એ જણાવ્યું હતું કે પુણાગામ વિસ્તારમાંથી એક 5 વર્ષીય અને 6 વર્ષીય બે પિતરાઈ બહેનો ગઈ કાલે બપોરે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. રાત્રે 11 વાગ્યે તેમના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધવી તમામ હકીકતો જણાવ્યું હતી. કેસની ગંભીરતા જોઈ તાત્કાલિક બાળકીઓની તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પોલીસની કલાકોની મહેનત બાદ સફળતા મળી.
પોલીસની કલાકોની મહેનત બાદ સફળતા મળી.

સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તપાસ કરવામાં આવી હતી
વધુમાં જણાવ્યું હતું કે, એસીપીના માર્ગદર્શનમાં પાંચ પીએસઆઇ અને પોલીસ કર્મીઓ સહીત 55 થી 60 જણાના પોલીસ કાફલાએ બાળકીઓની શોધખોળ શરુ કરી હતી. શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પાર્કિંગ, અવાવરું જગ્યા,રેલ્વે ટ્રેક,સહારા દરવાજા, સંજય નગરના ફૂટપાથ વિગેરે આ સિવાય બંધ દુકાનો ખોલાવડાવી ત્યાંના સીસીટીવી કેમેરા તેમજ સંભવત સ્થળના સીસીટીવી મળી 15થી 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તપાસ કરવામાં આવી રહી હતી.

15થી 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.
15થી 20 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.

પોલીસની એક ટીમને બાળકીઓને લેવા માટે મુંબઈ ૨વાના
વધુમા જણાવ્યું હતું કે, પોલીસે રાતના 11 વાગ્યથી લઈને સવાર સુધી શોધખોળ કરી હતી તે દરમિયાન આજે સવારે 10 વાગ્યે બંને બાળકીઓ મુંબઈના બાંદ્રા રેલ્વે પોલીસને મળી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બાંદ્રા રેલ્વે પોલીસનો સંપર્ક કરી બાળકીઓ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી અને બાળકીઓ ત્યાં જ હોવાની પુષ્ટિ થઇ હતી.જેથી પોલીસની એક ટીમને બાળકીઓને લેવા માટે મુંબઈ ૨વાના કરવામાં આવી છે.