વીડિયો વાયરલ:‘સાહેબ, આ પૈસા તમારા કામમાં નહીં આવે, ફૂટીને નીકળશે જ’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચિનમાં પોલીસે મોપેડસવાર વિદ્યાર્થિની પાસે રૂ.300 લઈ ખિસ્સામાં નાંખી દેતા યુવતીએ નિસાસો નાંખ્યો

સચિન હાઇવે પર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાને બદલે રૂ.300 ખિસ્સામાં મૂકતો વીડિયો વાયરલ થયો હતો. જો કે, ડીસીપીએ કોન્સ્ટેબલ લાલજી ગામિતને સસ્પેન્ડ કરી દીધો હતો. બુધવારે તેણે એક મોપેડચાલક વિદ્યાર્થિનીને રોકી પીયુસી, હેલ્મેટ ન હોવાથી 3300 દંડ ભરવા કહ્યું હતું. વિદ્યાર્થિનીએ રૂ.300 આપવા કહેતાં પોલીસે ના પાડી અને રૂ.500ની વાત કરી હતી.

વિદ્યાર્થિનીએ આજીજી કરતા કહ્યું, સાહેબ થોડી તો દયા કરો. મારા બાપા એટલા પૈસાવાળા નથી. આ પૈસા સરકાર પાસે જ જવાના છે. જો કે, આખરે આ પોલીસકર્મીએ 300 રૂપિયા ખિસ્સામાં નાખી વિદ્યાર્થિનીને જવા દીધી હતી. વિદ્યાર્થિનીએ જતી વેળા કહ્યું કે, સાહેબ, આ પૈસા કામમાં નહીં આવે. ફૂટીને નીકળશે જ. આખરે પોલીસ સાથે એવું જ થયું.

અન્ય સમાચારો પણ છે...