મેઘમહેર યથાવત:સુરતમાં સિંગણપોર-રાંદેરને જોડતો કોઝવે ઓવરફ્લો, વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સુરત3 મહિનો પહેલા
કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા.
  • તાપી નદીની સપાટીમાં વધારો નોંધાયો

સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે તો બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભય જનક સપાટી 6 મીટર છે અને ભયજનક સપાટી વટાવી લેતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વર્ષે સિઝનમાં પહેલીવાર કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કોઝવે પરથી પાણી ફરી વળ્યા.
કોઝવે પરથી પાણી ફરી વળ્યા.

કોઝવેની 6 મીટર સપાટી વટાવી
સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેના પાણીના લેવલમાં વધારો થયો છે. હાલ કોઝવેની સપાટી 6 મીટર પર પહોંચતા જ કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેએ ભયજનક સપાટી વટાવી છે અને પાણી ઉપરથી વહી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ચેતવણીને લઈને સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કોઝવે ખાતે લોકો ઉમટ્યાં.
કોઝવે ખાતે લોકો ઉમટ્યાં.

કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
કોઝવે ઓવરફલો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ ઉપરાંત ઉકાઈડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉકાઈડેમની સપાટી બપોરે 10 વાગ્યા સુધી 317.51 ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 66238 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડેમમાંથી 1 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જ ઉકાઈ ડેમની સપાટીમાં બે ફૂટ જેટલો વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...