તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:રસી નહીં હોવાથી બાળકોને જોખમ, ઓક્સિજન સહિતની વ્યવસ્થા માટે કમિટિ બનાવાઇ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 અધિકારીઓને અલાયદી જવાબદારી સોંપાઈ, હવે ત્રીજા વેવનો ખતરો

કોરોનાના ત્રીજા વેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આગોતરા આયોજન માટે પાલિકાએ ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરવા માટે 8 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. ત્રીજા વેવમાં સૌથી વધુ ખતરો બાળકોને છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે રસી નહીં હોવાથી બાળકોને જોખમ વધુ રહે તેવી સંભાવનાને પગલે શહેરના પિડીયાટ્રીક તબીબો સાથે પાલિકાના અધિકારીઓ જરૂરી ચર્ચા-પરામર્શ કરશે અને ઉભી થનારી સ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન કરશે. આ ટીમે હવે ત્રીજા વેવ સામે સજ્જ થઈ રહી છે.

આ અધિકારીની નિયુક્તી

  • વેન્ટિલેટર મેનેજમેન્ટ : ડો.આશિષ નાયક, ડે.કમિ.હેલ્થ
  • અધર લોજીસ્ટિક મેનેજમેન્ટ : ડો.આશિષ નાયક, ડો.પ્રદિપ ઉમરીગર
  • PSA પ્લાન્ટ ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર : એડી. સીટી ઇજનેર જતીન દેસાઈ
  • સર્વેલન્સ મેનેજમેન્ટ : ડો.આશિષ નાયક, ડો.પ્રદિપ ઉમરીગર ઝોનલ ચીફ, ઇ.ડે. કમિ. (હેડ ક્વાટર્સ)
  • ન્યુ વેરિઅન્ટ ટેસ્ટિંગ : ડીન, સુપ્રિટેન્ડન્ટ (સ્મીમેર, સિવિલ), માઇક્રો બાયોલોજી હેડ (VNSGU, સ્મીમેર, સિવિલ)
  • ફોરકાસ્ટિંગ ટીમ-મેનેજમેન્ટ : ડીન, મેડી.સુપ્રિ., પીએસએમ હેડ (સિવિલ, સ્મીમેર હોસ્પિટલ)
  • હેલ્થ ન્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર : રાજેશ પંડ્યા, એડવાઈઝર, યુ.એન.જાડેજા, ડે.કલેક્ટર, સુરત
  • ટેક્નોલોજી એન્ડ ડેશ બોર્ડ મેનેજમેન્ટ : જીગર પટેલ, આસી.ઇજનેર, ISD
અન્ય સમાચારો પણ છે...