તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિજનલ:પાપથી પીડા અને ધર્મથી શાંતિ મળે છે, ધર્મ ક્યારેય ન છોડાય

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈન પરંપરાના ઇતિહાસ વિશે પ્રવચન

અઠવાલાઇન્સ જૈન સંઘમાં બિરાજમાન બંધુ બેલડી આ. જિનચન્દ્ર સાગરસૂરિજી અને આ. હેમચન્દ્ર સાગરસૂરિજીની પાવન નિશ્રામાં પદ્મચન્દ્ર સાગરજીએ જૈન પરંપરા વિશે જણાવતા કહ્યું હતું કે, વીર નિર્વાણ સંવત 156 થી 170 સુધી સંઘનાયક ભદ્રબાહુ સ્વામી હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત એમના પરમ ભક્ત હતા.

એક રાતે એમને અર્ધ જાગ્રત અવસ્થામાં 16 સ્વપ્નો જોયા જેમાં કલ્પવૃક્ષની શાળા તૂટેલી હતી, અકાળે સૂર્યાસ્ત, ચંદ્રમાં છિદ્ર, ભૂતો નાચી રહ્યા છે, 12 ફણાને ધારણ કરનાર સર્પ, દેવ વિમાન પડી રહ્યું છે, ઉકરડામાં કમળ ખીલ્યું છે, આગિયાનો પ્રકાશ, સમુદ્ર ત્રણ દિશામાં સુકાલેયો છે તેમજ દક્ષિણ દિશામાં અલ્પ પાણી છે તે પણ ગંદુ, સોનાના પાત્રમાં ખીર છે જે કુતરું ખાઈ રહ્યું છે, વાંદરો હાથી ઉપર બેસેલો છે, સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, મોટા રથને નાનું વાછરડું ખેંચે છે, મહામૂલ્યવાન રત્નો તેજહીન થયા છે, કુલીન રાજકુમાર બળદ ઉપર સવાર છે, હાથીના બે બાળકો માદનિયા પરસ્પર લડી રહ્યા છે જેવા દૃશ્યો દેખાયા હતા. આ 16 સ્વપ્નોના સચોટ જવાબ ભદ્રબાહુસ્વામીજીએ આપ્યા હતા. એમણે કહ્યું હતું કે, પાપથી પીડા મળે છે, ધર્મથી શાતા મળે છે. માટે ધર્મ ક્યારેય ન છોડાય અને પાપ ક્યારેય ન કરાય. જે ભવિષ્યના અેંધાણ આપનારા હતા.

કેટલાક સ્વપ્ન બંધ આંખે દેખાતા હોય છે અને આંખ ખુલતાંની સાથે જ એ સ્વપ્ન અદૃશ્ય થઈ જાય છે. જ્યારે કેટલાક સ્વપ્ન ખુલ્લી આંખો દેખાતા હોય છે જે આંખો બંધ થતાં અદૃશ્ય થઈ જાય છે. અયોધ્યાપુરમ્ મહાતીર્થમાં બંધુ બેલડીની નિશ્રામાં 31 ડિસેમ્બર માગ-વદ 1, ગુરુવારથી ઉપધાન તપના મંડાણ થશે. 47 દિવસીય આ અનુષ્ઠાન શ્રાવક જીવનની દીક્ષા સમાન છે. 21 દિવસીય જાપ સાધનામાં બિરાજમાન આ. હેમચન્દ્રસાગરજીની સાધનાનું સમાપન અનુષ્ઠાન કા.વ. 4, શુક્રવાર 4 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં ગૌતમ સ્વામીજીની વિશિષ્ટ આરાધના થશે.

અન્ય સમાચારો પણ છે...