તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેઈઈ મેઈન:ચાર સત્રની પરીક્ષાઓ માટે એક સાથે અરજી કરી શકાશે, આર્કિટેક્ચરની પરીક્ષા બે વખત યોજાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓના ડાઉટ્સ દુર કરવા એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યા FAQ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) દ્વારા દેશની આઈઆઈટી, ટ્રિપલ આઈટી અને એન્જિનિયરિંગ ઈન્સ્ટિટયુટમાં એડમિશન માટે જેઈઈ મેઈનની નોટિસ જાહેર કરી દીધી છે. જેમાં 2021માં યોજાનારા તમામ સત્રો સબંધિત સવાલોના જવાબ પણ જાહેર કર્યા છે. જેઈઈ મેઈનની પરીક્ષા બીઈ-બીટેક માટે ચાર વખત(ફ્રેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે)માં યોજાશે. જ્યારે બીઆર્ક તેમજ બી-પ્લાનિંગ માટે માત્ર બે જ વખત પરીક્ષા યોજાશે. એનટીએ દ્વારા એક સાથે ચારેય સત્ર માટે અરજી કરવાની સુવિધા આપી છે. પરિણામે વિદ્યાર્થીઓએ વારંવાર અરજી નહીં કરવી પડશે.

કોમન સવાલ અને એનટીએ દ્વારા જાહેર કરાયેલા જવાબો

સવાલ- શું વિદ્યાર્થીઓ એક સાથે એકથી વધુ વખત પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરી શકશે?
જવાબ- હા, વિદ્યાર્થીઓ એક તેમજ ચારેય સેશનમાં બેસી શકશે.આ માટે વિદ્યાર્થીએ ફર્સ્ટ એટેમ્પ્ટ માટે રજિસ્ટ્રેશન કરતી વખતે જ પસંદગી કરવી પડશે.
સવાલ- શું જેઈઈ મેઈનનો સિલેબસ બદલાયો છે?
જવાબ- ના, અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે આ વખતે પેપરમાં 90 પ્રશ્નો યોજાશે જેમાંથી વિદ્યાર્થીએ 75 પ્રશ્નોના જ જવાબ આપવાના રહેશે. 15 પ્રશ્નો વૈકલ્પિક રહેશે, જેમાં નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.
સવાલ- શું ચારેય સત્રની ફી એક સાથે ચુકવી શકાશે?
જવાબ- હા, NTA દ્વારા જાહેર કરાયેલી જાણકારી મુજબ ચારેય સત્રોની પરીક્ષાની ફી એક સાથે ચુકવી શકાશે. જો વિદ્યાર્થી ઈચ્છે તો પહેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ અન્ય ત્રણ પરીક્ષામાં બેસવા નથી માંગતો તો ફી પરત પણ લઈ શકે છે.
સવાલ- શું ચારેય સત્રની જેઈઈ મેઈન માટે અલગ અલગ એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે?
જવાબ- ના, એક જ એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે. તમામ પેપર આપવા અનિવાર્ય નથી. વિદ્યાર્થી સુવિધા પ્રમાણે સત્રની પસંદગી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો