સુરતમાં મહિલાઓના સ્તનમાં થતી સાદી ગાંઠને દૂર કરવા માટે વાટ કાપ વગરની અદ્યતન ટેક્નિકથી દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે શેલ્બી હોસ્પિટલમાં શરૂઆત કરવામાં આવી છે. રેડ એન્ડ વ્હાઈટ ફેશન ઈન્સ્ટીટ્યુટ દ્વારા ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફેશન શો આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં બોલીવૂડ કક્ષાની સેલિબ્રિટી જોડી હાજર રહી હતી.
સ્તનની ગાંઠ દૂર કર્યા બાદ ડાઘ પડતા નથી
સ્તનની સાદી ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો સ્તન પર ડાઘ પડતા હોય છે. વેક્યુમ-આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) જેવી અદ્યતન તકનીક આવી પરિસ્થિતિઓમાં રાહત આપે છે. VABB સ્તનને ડાઘ કે વિકૃત કર્યા વિના નાનામાં નાના ગાંઠ દૂર કરવા સક્ષમ બનાવે છે જે સ્ત્રીઓ માટે ખૂબ જ આશ્વાસન આપનારું હોઈ શકે છે તેમ ડૉ. જેનીએ જણાવ્યું હતું. દર્દીઓને કોઈ ડાઘ લાગશે નહીં અને જનરલ એનેસ્થેસિયાની જરૂર નથી.
વિદ્યાર્થીઓનો ફેશન શો
રેડ એન્ડ વ્હાઈટ ફેશન ઈન્સ્ટીટ્યુટ દ્વારા ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફેશન શો આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં બોલીવૂડ કક્ષાના સેલિબ્રિટીમાંથી ચીન્કી એન્ડ મીન્કીની જોડી હાજર રહી હતી. આ સમય દરમ્યાન ઘણા બધા વિદ્યાર્થીઓનું સુરતના ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સિલેકશન પણ થયું હતું. તેમજ વિદ્યાર્થીઓના ગારમેન્ટ નવી ડિઝાઈનને પરચેસ પણ કરાઈ હતી. વિદ્યાર્થીઓ માટે આ ફેશન શો એ ખૂબ જ સફળ સાબિત થયો હતો.આ કાર્યક્રમમા 4500 કરતા વધારે લોકોએ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.