આયોજન:અયોધ્યાની જેમ જ રામ મંદિરનો 25000 સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો સેટ બનાવાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ‘અપને અપને રામ ’ કાર્યક્રમ, પ્રવેશ નિ:શુલ્ક

ભગવાન શ્રીરામના જીવનથી આજની પેઢી રૂબરૂ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય “ અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન વીર નર્મદ યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે.

જેની શરૂઆત આજે શુક્રવારે સાંજથી થશે. આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ સંગીતમય રીતે ભગવાન રામનું જીવન અને કવન રજૂ કરશે. પ્રવેશ વિના મૂલ્યે છે.

શ્રોતાઓ અયોધ્યાની પાવન ભૂમિ પર બેઠા છે એવી અનુભૂતિ થાય તે માટે આયોજકો દ્વારા અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય મંદિરનો આબેહૂબ સેટ તૈયાર કરાયો છે. સેટનું નિર્માણ 25000 સ્ક્વેર ફૂટ જગ્યામાં કરાયું છે. તેની ઊંચાઈ 108 ફૂટ જેટલી છે.

અન્ય સમાચારો પણ છે...