તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડિવોર્સ પેપર ફાડી નાખવાનું કહીને સહી કરાવી: ચિરાગ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપનાં કોર્પોરેટરના પતિનો પોલીસને જવાબ
  • બહેનપણીની મમ્મીને બતાવવાનું કહી પેપર તૈયાર કર્યા

આપના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા વિરુદ્ધ પતિ ચિરાગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ડિવોર્સ પેપર અને તેના પર કરેલી સહી બાબતે એક અરજી આપી હતી.તે અરજીના અનુસંધાને શુક્રવારે બપોરે ચિરાગે સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવ્યો હતો. ચિરાગે લખાવ્યું હતું કે, 16 જાન્યુઆરી 2016માં ઋતા સાથે લગ્ન કર્યા હતા. કોર્પોરેશનની ચૂંટણીમાં ઋતા જીતી હતી. થોડા દિવસ પહેલા ઋતા તેના બહેનપણીને મળવા વેસુ ગઈ હતી. તેણીની બહેનપણી એકલી રહે છે જે ડિવોર્સી છે.

બહેનપણીની માતા નવસારી રહે છે. એકલી દીકરી સુરતમાં રહેતી હોવાથી તેની માતાને તે પસંદ ન હતું. બહેનપણીએ તેણીની માતાને કહ્યું હતું કે, તે ઋતા સાથે રહે છે અને ઋતા પણ ડિવોર્સી છે. ડિવોર્સના પેપર તેણીને બતાવવાના હતા.

ઋતાએ ચિરાગને જણાવ્યું હતું કે, ડિવોર્સ પેપર પર સહી કરી દે પછી ડિવોર્સ પેપર બહેનપણીની માતાને બતાવ્યા બાદ ફાડી નાંખવાની વાત કરી તેથી તેના પર સહી કરી દીધી હતી.અરજી આપના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાની વિરુદ્ધમાં હતી. તેથી સરથાણા પોલીસે ઋતાનો જવાબ લેવા વારંવાર ફોન કર્યા પરંતુ તેણીએ ફોન ઉપાડ્યો ન હતો. હવે પોલીસ તેણીને આગામી સમયમાં નોટિસ આપવાની છે.

અન્ય સમાચારો પણ છે...