એજ્યુકેશન:CA ફાઇનલમાં સુરતનો શુભમ દેશમાં 13મા ક્રમે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વખત તારીખ લંબાતાં તૈયારીની તક મળી

ICAIએ સોમવારે સીએ ફાઇનલની જૂલાઇ-2021 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતના શુભમ અગ્રવાલ 800માંથી 577 માર્ક્સ સાથે દેશમાં 13મા ક્રમે આવ્યો છે. શુભમ મૂળ રાજસ્થાનનો છે અને હાલમાં પર્વત પાટીયા અક્ષર ટાઉનશીપમાં રહે છે. તેના પિતા ટેક્સટાઇલ બિઝનેસમાં છે. શુભમે કહ્યું કે કોરોનામાં બે વખત તારીખ લંબાતા પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હતો.

19 વર્ષિય શંશાક સૌથી નાની ઉંમરે પાસ
રાજસ્થાનનો 19 વર્ષિય શંશાક તંબોલી સી.એ. ફાઇનલની તૈયારી કરવા સુરત આવ્યો હતો. જેણે 800માંથી 480 માર્ક્સ મેળવ્યા છે. જો કે, તેને ભણાવતા ટિચર સી. એ. રવિ છાંછેરીયાએ દાવો કર્યો હતો કે દેશમાં પહેલી વખત સૌથી નાની ઉંમરના વિદ્યાર્થીએ સી. એ. ફાઇનલ પાસ કરી છે. શંશાકે કહ્યું કે હું 6 મહિનાથી જૂના પેપરોની પ્રેક્ટિસ કરતો હતો. સી. એ. ફાઇનલ માટે ચાર વખત રિવિઝન કર્યું હતું. હવે હું આઇએએસની તૈયારી કરીશ.

અન્ય સમાચારો પણ છે...