ઉજવણી:રામ મંદિરના ભૂમિ પૂજનના દિવસે શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટને શણગારાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા રામ મંદિર માટે તા.5મી ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારું છે. ત્યારે શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં તે દિવસે ઉજવણીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. દરમિયાન રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની એક માર્કેટ દ્વારા માર્કેટને શણગારીને ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. રિંગરોડની શ્રી રામ માર્કેટમાં વેપારીઓ દ્વારા માર્કેટને શણગારી, દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવવાનો નિર્ણય કરાયો છે. માર્કેટના પ્રમુખ નરેશ ચુંગલાની જણાવે છે કે, કોરોનાના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગની પૂરતી કાળજી રાખીને અમે માર્કેટમાં ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...