તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાખીની ગરિમા લજવાઈ:સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીએ મહિલા મિત્ર સાથે ચાલુ ગાડીએ ઉતારેલા શોર્ટ વીડિયો વાઈરલ થતાં વિવાદ

સુરત3 મહિનો પહેલા
દિલ કી બાતે દિલ હી જાને જેવા બોલિવૂડ સોન્ગ પર શોર્ટ વીડિયો બનાવ્યા.
  • ફિલ્મના ગીતો પરના શોર્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં

સોશિયલ મીડિયામાં શોર્ટ વીડિયો મૂકીને છવાઈ જવાનું ઘેલું યુવાનોની સાથે પોલીસ કર્મીઓને લાગ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના કર્મચારીનો મહિલા મિત્ર સાથે કારમાં ઉતારેલો વીડિયો વાઈરલ થયો છે. બોલીવુડના ફિલ્મી ગીતો સાથેના લગભગ 40 વીડિયો વાઈરલ થયાછે. ખાખીની ગરિમા ન જળવાતા વિવાદ સર્જાયો છે. જેથી આ અંગે મહિધરપુરા પોલીસના પીઆઈએ જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવો વીડિયો આવ્યો નથી. પરંતુ વર્દીમાં વીડિયો કર્યો હશે તો તપાસ કરવામાં આવશે.

મહિલાના ગાલ પર હાથ ફેરવતા વીડિયો
જાણકાર સૂત્રો એ કહ્યું હતું કે, પોલીસકર્મી અને તેની સ્ત્રી મિત્રના 40 વીડિયો બન્યા છે. જવાબદાર પોલીસ કર્મચારી ખાખી વર્દીમાં મહિલા સાથે ફિલ્મી ગીતો ઉપર ગીતો ગાતો વીડિયો વાઇરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ગીતના શબ્દોને લઈ મહિલાના ગાલ પર હાથ ફેરવવા જેવી હરકતો પણ સામે આવી છે. પોલીસ કર્મચારીઓ સહિત અનેક સમાજ દ્વારા પણ આ પોલીસ કર્મચારી વિરૂદ્ધ ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. ખાખીની ગરિમા લજવતા આ કિસ્સામાં પોલીસ કર્મચારી પોતાનું ભાન ભૂલી ચુક્યા હોવાની કોમેન્ટ પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે.

વીડિયોમાં પોલીસ કર્મી પોલીસની વર્દીમાં નજરે પડે છે.
વીડિયોમાં પોલીસ કર્મી પોલીસની વર્દીમાં નજરે પડે છે.

તપાસ કરાશે-પોલીસ
મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ધૂળિયાએ જણાવ્યું હતું કે, ASIને જ પૂછી લો. જેવો ઉડતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ કહ્યું હતું કે, મારી પાસે આવો કોઈ વીડિયો આવ્યો નથી. પરંતુ વર્દીમાં હશે તો જોઈશું, કાર્યવાહી તો સિનિયર અધિકારીઓ જ કરશે, તપાસ કરીશું.

વીડિયો ગીતો પ્રમાણે મહિલા ઈશારાઓ પણ કરે છે.
વીડિયો ગીતો પ્રમાણે મહિલા ઈશારાઓ પણ કરે છે.

હોમગાર્ડની મહિલાનો પણ વીડિયો વાઈરલ થયેલો
થોડા દિવસો અગાઉ મહિલા હોમ ગાર્ડની મહિલા કર્મચારીનો પણ વર્દી સાથેનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતાં. ત્યારબાદ એ મહિલા હોમ ગાર્ડને સસેન્ડ કરવામાં આવી હતી.જોકે મહિલા એ વીડિયો ભૂલથી અને તેના દીકરા દ્વારા વાઈરલ થયા હોવાનો બચાવ કર્યો હતો. છતાં ઉપરી અધિકારીઓએ આકરાં પગલાં લીધાં હતાં.

હાલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.
હાલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.