દબાણ ખાતુ એક્શનમાં:સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં બ્રિજ નીચે દબાણ કરેલા લારી-ગલ્લા અને દુકાનો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા

સુરત9 મહિનો પહેલા
કોર્પોરેશનના દબાણ ખાતાએ લારી-ગલ્લા કે અન્ય દબાણો દૂર કર્યા.
  • ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણ થયેલું જોવા મળે છે. વર્ષોથી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કેટલાક લારી-ગલ્લા અને દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરી દેવામાં આવ્યા છે અને તેના કારણે ટ્રાફિકની અવરજવરમાં પણ ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે. સુરત કોર્પોરેશન દ્વારા આજે લિંબાયત ઝોન વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ કરેલા લારી-ગલ્લાને દૂર કરવાની કામગીરી મોડી સાંજ સુધી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદેસર રીતે દબાણ કરાયેલી જગ્યાઓને ખાલી કરાવાઈ
સામાન્ય સંજોગોમાં જ્યારે પણ સુરત કોર્પોરેશનનું દબાણ ખાતું લારી-ગલ્લા કે અન્ય દબાણો દૂર કરવા જાય છે, ત્યારે ઘર્ષણ થતું હોય છે. તેવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આજે લિંબાયત ઝોનમાં સુરત મહાનગર પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. જેથી કરીને કોઈ પણ પ્રકારની કાયદા વ્યવસ્થા ન જોખમાય અને સરળતાથી ગેરકાયદેસર રીતે દબાણ કરાયેલી જગ્યાઓને ખાલી કરી શકાય.

દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત રખાયો હતો.
દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત રખાયો હતો.

થોડા દિવસ પહેલા ફ્રુટ માર્કેટનું દબાણ દૂર કરાયું હતું
લિંબાયત ઝોનમાં છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરાયેલા દુકાનોને દૂર કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ પણ લિંબાયત ભાઠેના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફ્રુટ માર્કેટ ઊભી કરી દેવામાં આવી હતી તેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અનવર નગર બ્રિજ નીચે મોટા પ્રમાણમાં દબાણ કરાયેલું હોવાથી દબાણ ખાતાની ટીમ પહોંચી હતી.

સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા અધિકારીઓ સાથે ચકમક કરવાનું શરૂ થયું હતું.
સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા અધિકારીઓ સાથે ચકમક કરવાનું શરૂ થયું હતું.

પોલીસ બંદોબસ્ત હોવાને કારણે કોઈ મોટુ ઘર્ષણ ઉભું ન થયું
દબાણ ખાતાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતાની સાથે જ સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા અધિકારીઓ સાથે ચકમક કરવાનું શરૂ થયું હતું. થોડીવાર માટે વાતાવરણ ખૂબ જ તંગ થઇ ગયું હતું પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાને કારણે કોઈ મોટુ ઘર્ષણ ઉભું થયું ન હતું. ગેરકાયદેસર રીતે દબાણ કરીને વર્ષોથી દુકાન ચલાવતા દુકાનદારો થોડા સમય માટે વિફર્યા હતા પરંતુ તેઓ પોતે બ્રિજની છે કાયદાનું ઉલ્લંઘન કરીને દુકાનો શરૂ કરી હતી તેને કારણે દબાણ ખાતાની ટીમ દ્વારા મોટા પાયે દુકાનો અને લારી ગલ્લા દૂર કરાયા હતા.