સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ:સુરતમાં કંથારિયા હનુમાન મંદિર ખાતે શિવલિંગ તૈયાર કરાયું, દર્શનાર્થે ભક્તો ઉમટ્યા

સુરત11 દિવસ પહેલા
કતારગામ વિસ્તારના મંદિરમાં સવા લાખ રુદ્રાક્ષથી ભવ્ય શિવલિંગ બનાવાયું.

સુરતના કતારગામ ખાતે આવેલા કંથારિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ નિમિતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે.

શિવલિંગ બનાવતા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો
​​​​​​આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગને તૈયાર કરવામાં બેથી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. હરીદ્વ્રારથી રુદ્રાશ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે.

શ્રાવણ માસમાં લાખો શિવ ભક્તો કરશે દર્શન
મંદિરના મહંતે જણાવ્યું કે અમે છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના શિવલિંગ બનાવીએ છે. રુદ્રાક્ષને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શિવલિંગના દર્શન એ શિવના દર્શન સમાન માનવામાં આવે છે. ત્યારે શ્રાવણ મહિનામાં તેનું વિશેષ મહત્વ હોય છે. ભક્તોને પ્રસાદી સ્વરૂપે આ જ રુદ્રાક્ષને શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયા બાદ આપીએ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો અહીં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આવે છે અને રુદ્રાક્ષથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...