તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Shikshapatri's Jayanti Celebrated At Wade Road Swaminarayan Gurukul In Surat, The Three day Festival Was Celebrated With Enthusiasm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહોત્સવ:સુરતમાં વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં શિક્ષાપત્રીની જયંતિ ઉજવાઈ,  ત્રિદિનાત્મક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરૂકુળમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ગુરૂકુળમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
  • સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિદિનાત્મક આયોજનો સાથે ઉજવાયો શિક્ષાપત્રી પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં વસંત પંચમીના પર્વે ત્રણ દિવસના ભવ્ય શિક્ષાપત્રી મહોત્સવ યોજાયો હતો. ત્રણ દિવસ શિક્ષાપત્રી ગ્રંથ રાજનું સંતો તથા હરિભક્તોએ પુષ્પા પાખડી , ચોખાથી પૂજન કર્યું . શિક્ષાપત્રીના ગાન સાથે એક એક શ્લોકે યજ્ઞ નારાયણને સવારે નવથી બાર સુધી સંતો તથા હરિભક્તોએ અને બપોર પછી મહિલા ભક્તો દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી હતી.

ઉત્સવમાં દેશ અને વિદેશના ભક્તોએ શિક્ષાપત્રીનું લેખન વિવિધ ભાષાઓમાં કર્યું હતું.
ઉત્સવમાં દેશ અને વિદેશના ભક્તોએ શિક્ષાપત્રીનું લેખન વિવિધ ભાષાઓમાં કર્યું હતું.

195 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખાઈ હતી
ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીની પ્રેરણાથી ઉજવાયેલા ઉત્સવમાં દેશ અને વિદેશના ભક્તોએ શિક્ષાપત્રીનું લેખન વિવિધ ભાષાઓમાં કરવામાં આવ્યું હતું.વસંત પંચમીના મંગલ દિવસે ઘનશ્યામ મહારાજ સન્મુખ આંબાના મોરના કુંજ ભરીને સંતોએ વસંત ઉત્સવ ઉજવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે 195 વર્ષ પહેલા વડતાલ ગામે પોતાના હસ્તે જ આ શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. જેના પાલન દ્વારા કોઇપણ જીવ આ લોકમાં અને મૃત્યુ પછીના પરલોકમાં મોટા સુખને પામે એવા આશિર્વાદ આપ્યાં હતાં.

યજ્ઞના સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં.
યજ્ઞના સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં.

નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના જન્મદિવસની ઉજવણી
એ સમયે લખેલી શિક્ષાપત્રીમાં લખ્યું હતું કે. જ્યાં ત્યાં થુકવું નહીં મળ-મૂત્ર કરવું નહીં . રૂડા અક્ષરે નામુ લખવું. ઉપજ પ્રમાણેથી વધારે ખર્ચ કરનારને મોટું દુઃખ થાય છે . ધનાઢય ગ્રહસ્થોએ યજ્ઞ કરવા. બ્રાહ્મણો તથા સુપાત્રને દાન દેવા .પૃથ્વીને વિષે સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી , વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. સાધુએ રસના ઇન્દ્રિયને જીતવી વગેરે આદેશો આપેલા છે. યોગાનું યોગ વસંત પંચમીના દિવસે નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ નંદ સંતોએ રચેલા કિર્તનોના આલ્બમનું વિશ્વસ્વરૂપ સ્વામીએ ઉદ્ઘાટન કરાવ્યું હતું.

હસ્તલિખિત શિક્ષાપત્રીને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
હસ્તલિખિત શિક્ષાપત્રીને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ઓનલાઈ પણ ઉત્સવ ઉજવાયો
પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, વસંત પંચમીની રાત્રે ગુરુકુળના બાળકો તથા યુવાનોએ શિક્ષાપત્રીના આદેશને ઉજાગર કરતા રૂપકો રજુ કરી પોતાની ભાવ-ભક્તિ ભગવાનના ચરણે સમર્પિત કરેલ . જેનો ઓનલાઈન દેશ-વિદેશના ભક્તોએ મન ભરીને લાભ લીધો હતો. રાત્રિના સમયે પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્વેતવૈકુંઠદાસ સ્વામી વગેરે સંતોએ ગ્રંથરાજ શિક્ષાપત્રીનો ધાન્ય તથા પુષ્પપાખડીથી અભિષેક કરેલ. સંતો ,વિદ્યાર્થીઓ ને હરિભક્તોએ સમૂહમાં ગ્રંથનું વાંચન કરેલ . તમામ શિક્ષાપત્રીની આરતી કરી શિક્ષાપત્રી પ્રાગટ્ય ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો