તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં વસંત પંચમીના પર્વે ત્રણ દિવસના ભવ્ય શિક્ષાપત્રી મહોત્સવ યોજાયો હતો. ત્રણ દિવસ શિક્ષાપત્રી ગ્રંથ રાજનું સંતો તથા હરિભક્તોએ પુષ્પા પાખડી , ચોખાથી પૂજન કર્યું . શિક્ષાપત્રીના ગાન સાથે એક એક શ્લોકે યજ્ઞ નારાયણને સવારે નવથી બાર સુધી સંતો તથા હરિભક્તોએ અને બપોર પછી મહિલા ભક્તો દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી હતી.
195 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખાઈ હતી
ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીની પ્રેરણાથી ઉજવાયેલા ઉત્સવમાં દેશ અને વિદેશના ભક્તોએ શિક્ષાપત્રીનું લેખન વિવિધ ભાષાઓમાં કરવામાં આવ્યું હતું.વસંત પંચમીના મંગલ દિવસે ઘનશ્યામ મહારાજ સન્મુખ આંબાના મોરના કુંજ ભરીને સંતોએ વસંત ઉત્સવ ઉજવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે 195 વર્ષ પહેલા વડતાલ ગામે પોતાના હસ્તે જ આ શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. જેના પાલન દ્વારા કોઇપણ જીવ આ લોકમાં અને મૃત્યુ પછીના પરલોકમાં મોટા સુખને પામે એવા આશિર્વાદ આપ્યાં હતાં.
નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના જન્મદિવસની ઉજવણી
એ સમયે લખેલી શિક્ષાપત્રીમાં લખ્યું હતું કે. જ્યાં ત્યાં થુકવું નહીં મળ-મૂત્ર કરવું નહીં . રૂડા અક્ષરે નામુ લખવું. ઉપજ પ્રમાણેથી વધારે ખર્ચ કરનારને મોટું દુઃખ થાય છે . ધનાઢય ગ્રહસ્થોએ યજ્ઞ કરવા. બ્રાહ્મણો તથા સુપાત્રને દાન દેવા .પૃથ્વીને વિષે સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી , વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. સાધુએ રસના ઇન્દ્રિયને જીતવી વગેરે આદેશો આપેલા છે. યોગાનું યોગ વસંત પંચમીના દિવસે નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ નંદ સંતોએ રચેલા કિર્તનોના આલ્બમનું વિશ્વસ્વરૂપ સ્વામીએ ઉદ્ઘાટન કરાવ્યું હતું.
ઓનલાઈ પણ ઉત્સવ ઉજવાયો
પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, વસંત પંચમીની રાત્રે ગુરુકુળના બાળકો તથા યુવાનોએ શિક્ષાપત્રીના આદેશને ઉજાગર કરતા રૂપકો રજુ કરી પોતાની ભાવ-ભક્તિ ભગવાનના ચરણે સમર્પિત કરેલ . જેનો ઓનલાઈન દેશ-વિદેશના ભક્તોએ મન ભરીને લાભ લીધો હતો. રાત્રિના સમયે પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્વેતવૈકુંઠદાસ સ્વામી વગેરે સંતોએ ગ્રંથરાજ શિક્ષાપત્રીનો ધાન્ય તથા પુષ્પપાખડીથી અભિષેક કરેલ. સંતો ,વિદ્યાર્થીઓ ને હરિભક્તોએ સમૂહમાં ગ્રંથનું વાંચન કરેલ . તમામ શિક્ષાપત્રીની આરતી કરી શિક્ષાપત્રી પ્રાગટ્ય ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.