કોરોના વોરિયર્સ:વરાછા આઇસોલેશન સેન્ટરમાં MBBSની વિદ્યાર્થિની 14 કલાકની સેવા આપી રહી છે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઇસોલેશન સેન્ટરમાં સેવા આપી રહેલી વિદ્યાર્થિની. - Divya Bhaskar
આઇસોલેશન સેન્ટરમાં સેવા આપી રહેલી વિદ્યાર્થિની.
  • વિદ્યાર્થીની સેવા જોઈ નિવૃત્ત પ્રોફેસરે મહિને 20 હજાર પગાર આપવાની ઓફર કરી

કોરોના વકરતા આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી વિનામૂલ્યે નાના વરાછાના આઈસોલેશન સેન્ટરમાં સેવા કરવા આવી હતી. દિપાલી કિકાણી આઈસોલેશન સેન્ટરમાં રોજના 14થી 20 કલાક સુધી દર્દીઓને દવા આપવાથી લઈને પલ્સ માપવા સહિતની સેવા આપે છે.

આ યુવતીનું કામ જોઈને શહેરની એક કોમર્સ કોલેજના નિવૃત મહિલા પ્રોફેસરે તેને મહિનાનો 20 હજાર પગાર આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં દર્દીઓની સેવા કરવા માટે લોકોએ લાઈનો લગાવી છે ત્યારે સુરતના દાતાઓએ આર્થિક રીતે મદદ કરવા માટે આગળ આવ્યા છે.

પેન્શનમાંથી સેવાકીય પ્રવૃતિ કરું છું
નિવૃત થઈ ત્યારે જ નક્કી કર્યું હતું કે, પેન્શનમાંથી સેવાકિય પ્રવૃતિ કરીશ. છેલ્લાં ત્રણ વર્ષથી હું જય જવાન નાગરીક સમિતિને સૈનિકો માટે 1 લાખ રૂપિયાનું દાન કરું છું. આ વર્ષે આ યુવતીનું કામ જોઈને નક્કી કર્યું છે કે, તેને પગાર આપીશ. > કોકિલા મજેઠિયા, નિવૃત પ્રોફેસર

આ મારી સામાજિક જવાબદારી છે
શહેરની હાલત ખરાબ છે ત્યારે હું ડોક્ટરનો અભ્યાસ કરી રહી છું એટલે મારી જવાબદારી બને કે, શક્ય હોય તેટલી દર્દીઓની સેવા કરવી. એક મેસેજ હતો કે, આઈસોલેશન સેન્ટરમાં ડોક્ટરોની જરૂર છે. એટલે મેં કંઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ ત્યાં સેવા કરવાનું નક્કી કર્યુ છે. મે કોઈ પણ જાતની અપેક્ષા વગર જ આ સેવા કરવાનું શરૂ કર્યુ હતું. હું રોજ 14થી 15 કલાક સુધી દર્દીઓની સેવા કરી રહી છું. > દિપાલી કિકાણી, સેવા કરનાર એમબીબીએસની વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...