• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Share Market Broker Commits Suicide By Jumping From Seventh Floor After Writing 'Harsh Sanghvi You Are My Good Friend, Bring Justice To My Family'

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત:'હર્ષ સંઘવી હું તમારો સારો મિત્ર છું, મારા પરિવારને ન્યાય અપાવજો' લખી શેર બજારના દલાલે સાતમા માળેથી કૂદી આપઘાત કર્યો

સુરત2 મહિનો પહેલા

સુરતના કતારગામ વિસ્તારમાં શેર દલાલે સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતા પહેલા શેર બજારના દલાલે લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આપઘાત કરનાર શેર દલાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ કરીને ન્યાયની માગણી કરી છે અને મૃતકે હર્ષ સંઘવીના સારા મિત્ર હોવાનું પણ સુસાઈડ નોટમાં લખ્યું છે.

શેર દલાલે આપઘાત કરતા ચકચાર
સુરતના કતારગામ વિસ્તારમાં પ્રવીણ કુંભાણી નામના શેર દલાલે આપઘાત કરી લીધો હતો. સાતમાં માળેથી ઝંપલાવી તેણે જીવન ટૂકાવી લીધું હતું. તેના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી તરફ તેણે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં તેણે કરોડો રૂપિયા લેવાના નીકળતા હોય પરત નહીં આપતા અને વ્યાજખોરો તેને ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ આ મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી
કતારગામ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલે જણાવ્યું હતું કે આ ઘટના અમારા ધ્યાન પર આવી છે. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. પરિવારને લઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

પરિવારની સલામતી માટે પગલું ભર્યું
આ સુસાઈડ નોટમાં આપઘાત કરનાર પ્રવીણે જણાવ્યું છે કે, હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે. મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કઈ નથી. મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે. હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું. આ લોકોએ મને બહું હેરાન કર્યો છે.

ગૃહ રાજ્યમંત્રીને ન્યાય અપાવવા વિનંતી
સુસાઈડ નોટમાં વધુમાં જણાવ્યું છે કે, જે લોકો મારા પરિવારને હેરાન કરશે તો મોતનું કારણ આ લોકો બનશે. મારી પોલીસ ખાતાને વિનંતી છે કે, આ લોકોને ખરાબ સજા થવી જોઈએ અને મારા પરિવારને ન્યાય મળવો જોઈએ., નહીંતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો. સાથે જ આ સુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, સાહેબ હર્ષભાઈ સંઘવીને મારી અપીલ છે, હું તમારો એક સારો મિત્ર છું. મારા પરિવારનું ધ્યાન રાખજો. આ સાથે મારા મિત્ર દક્ષેશભાઈ માવાણીને વિનંતી છે કે, મારા પરિવારને ન્યાય અપાવજો.

સુસાઈડ નોટ ફેસબૂકમાં પણ અપલોડ કરી હતી
વધુમાં લખતા કહ્યું છે કે, મેં સુસાઈડ કર્યું છે, તે આ લોકોની લીધે કરી રહ્યો છું, પોલીસ ખાતાને મારી વિનંતી છે. ખાસ સાહેબ હર્ષભાઈને વિનંતી છે કે, મારા પરિવારનો ન્યાય પૂરો અપાવશો. મારા પરિવારને કોઈ હેરાન કરવા જોઈએ નહાં. મારા મિત્રોને અપીલ છે કે, મારા પરિવારની જોડે ઉભા રહે. આ સુસાઈડ નોટ હું ફેસબૂક પર ચડાવું છું.