ગૌરવ:શામક અગ્રવાલે 18 ગ્રેફાઇટ સ્કેચ તૈયાર કરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેફાઇટથી આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય ખ્યાતનામ વ્યક્તિઓના સ્કેચ બનાવ્યા

શહેરના શામક અગ્રવાલે 18 વાસ્તવિક ગ્રેફાઇટ સ્કેચ બનાવીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો. શામક અગ્રવાલ હાલમાં ધોરણ-11 માં અભ્યાસ કરે છે. શામકે ગ્રેફાઇટના ટુકડાની મદદથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખ્યાતનામ વ્યક્તિઓ અને સ્વતંત્રતા સેનાનીના 18 વાસ્તવિક ગ્રેફાઇટ સ્કેચ બનાવીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું છે. તેમજ તેની આગળ ગ્રેફાઇટ ટુકડાઓથી 14 ગ્રેફાઇટ સ્કેચ બનાવનારનો રેકોર્ડ પણ તોડયો છે. 4 વર્ષની મહેનત પછી શામકે આ રેકોર્ડ બનાવ્યો છે.

48 કલાકમાં 18 સ્કેચ બનાવ્યાં, 14 સ્કેચનો જૂનો રેકોર્ડ તોડયો
છેલ્લા 9 વર્ષથી હું આ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે. પેન્સિલથી તો દરેક લોકો સ્કેચ બનાવતા હોય છે તેથી મેં ગ્રેફાઈટના ટુકડાથી બનાવવાનું નક્કી કર્યું. 18 સ્કેચમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના જાણીતા વ્યક્તિઓ અને સ્વતંત્રતા સેનાનીના સ્કેચ તૈયાર કર્યા. આ સ્કેચ તૈયાર કરતા 48 થી 50 કલાકનો સમય લાગ્યો હતો. જેમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ સહિત વિવિધ સ્કેચ બનાવ્યા હતા. આ પહેલા સૌથી ઝડપી સ્કેચ બનાવવા બદલ વર્લ્ડ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. > શામક અગ્રવાલ

અન્ય સમાચારો પણ છે...