સુરતના સમાચાર:વરાછામાં આવતીકાલે શક્તિ સત્કાર સમારોહ, રાજ્યપાલની ઉપસ્થિતિમાં 75 દીકરીઓને દત્તક લેવાશે, માતાઓને સન્માનિત કરાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદાર સ્મૃતિ ભવન ખાતે શક્તિ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
સરદાર સ્મૃતિ ભવન ખાતે શક્તિ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
  • માતૃત્વ વંદના કાર્યક્રમમાં સમાજ માટે યોગદાન આપનાર સમાજપ્રેમીઓના 11 માતાઓનું સન્માન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે શક્તિ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી સપ્ટેમ્બરના બપોરે ત્રણ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં 11 માતાઓને સન્માનિત કરવામાં આવશે તથા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 દીકરીઓને દત્તક લેવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા સ્વામી સચ્ચિદાનંદ ખાસ ઉપસ્થિત રહેશે.

દીકરીઓને દત્તક લેવામાં આવશે
યુનિટી ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિતલબેન પરસાણીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે તેના અનુસંધાને સુરત ખાતે પાવર ઓફ યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ તથા પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનીને ‘શકિત સત્કાર સમારોહ' અંતર્ગત માતૃત્વ વંદના અને 75 દીકરીને દત્તક અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

11 માતાઓનું સન્માન કરશે
માતૃત્વ વંદના કાર્યક્રમમાં સમાજ માટે યોગદાન આપનાર સમાજપ્રેમીઓના 11 માતાઓનું સન્માન કરવામાં આવશે. જેમાં પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયાના માતા કુલીબેન ધનજીભાઇ ધોળકિયા, લવજીભાઇ ડાલીયાના માતા કંકુબેન ડુંગરભાઇ ડાલીયા, મનહરભાઇ સાસપરાના માતા પુતળીબેન સાસપરા, મનહરભાઇ કાકડિયાના માતા વસંતબેન મુળજીભાઇ કાકડિયા, પ્રભુભાઇ ધોળકિયાના માતા વાલીબેન પરબતભાઇ ધોળકિયા, જયંતિભાઇ બાબરિયાના માતા લીલાબેન વિરજીભાઇ બાબરિયા, રાકેશભાઇ હિંમતભાઇ દુઘાતના માતા મુક્તાબેન હિંમતભાઇ દુધાત, ઘનશ્યામભાઇ ભંડેરીના માતા ગીતાબેન મગનભાઇ ભંડેરી, ડો.ઉદયભાઇ ગજીવાલાના માતા પ્રભુતાબેન રણછોડદાસ, ભરતભાઇ માંગુકીયાના માતા સમજુબેન પ્રેમજીભાઇ માંગુકિયા અને ચુનીલાલ ભૌવરેના માતા યશોદાબેન સોનુભાઇ ભૌવરેનું સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...