શાકોત્સવની સોડમ સાત સમંદર પાર:લંડનમાં સ્વામિનારાયણ ગુરૂકુળના સંતો દ્વારા શાકોત્સવ ઉજવાયો, હરીભક્તોએ રીંગણના શાકનો સ્વાદ માણી ધન્યતા અનુભવી

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણના સંતો દ્વારા શાકોત્સવમાં શાક બનાવવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સ્વામિનારાયણના સંતો દ્વારા શાકોત્સવમાં શાક બનાવવામાં આવ્યું હતું.
  • લંડનના હેરો કેન્ટન વિસ્તારમાં આવેલ પ્રિસ્ટ મેડ ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવ દિવાળી બાદ શાકોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા લંડનની યાત્રા દરમિયાન શોકોત્સવની ઉજવણી કરી હતી.લંડનના હેરો કેન્ટન વિસ્તારમાં આવેલ પ્રિસ્ટ મેડ સ્કૂલમા સ્વામિનારાયણ ગુરુકુલ લંડન દ્વારા શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયાં હતાં.જેથી લંડનમાં ભારતીય સંસ્કૃતિ પ્રસરી હતી.

શાકોત્સવમાં બાજરીના રોટલા,રીંગણનું શાક સહિતની વસ્તુઓ પીરસવામાં આવી હતી.
શાકોત્સવમાં બાજરીના રોટલા,રીંગણનું શાક સહિતની વસ્તુઓ પીરસવામાં આવી હતી.

સત્સંગ સભા યોજાઈ
સંતોની ઉપસ્થિતિમાં યુવાનોએ એક સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી ભક્તિતનયદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન સાથે ભગવત ચરિત્રોનું શ્રવણ કરાવ્યું હતું.યોગાચાર્ય શાસ્ત્રી યોગદર્શનદાસ સ્વામીએ ગુજરાતમાં આવેલા લોયા ગામે પ્રથમ શાકોત્સવ ઉજવેલ તે પ્રસંગની વાત કરતાં કહ્યું કે, સ્વાદ અને સુગંધની સોડમ સંગાથે ભગવત પ્રસાદનો આસ્વાદ કંઈક અનેરો હોય છે. એ આસ્વાદ 201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે રીંગણાનું શાક બનાવીને સંતો ભકતોને ચખાડ્યું હતું.પ્રેમાનંદ સ્વામીએ બનાવેલા શાકોત્સવ પ્રસંગોના કિર્તનોનું યોગદર્શન સ્વામીજીએ વાંસળીના સુમધુર સૂર સાથે ગાન કરી સૌને શાકોત્સવની લીલામાં રસ તરબોળ કર્યાં હતાં.

શાકોત્સવમાં સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શાકોત્સવમાં સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

8 ડિગ્રી ઠંડીમાં શાકોત્સવ
પ્રભુ સ્વામીએ 8 ડિગ્રી ઠંડીમાં પણ ઉપસ્થિત રહેલા ભાવિકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે.આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ , સતા, સામગ્રી કે સૌંદર્ય પાછળની દોટ છે એ દોટમાં ઓટ આવવાથી જ સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે.

મોટી સંખ્યામાં હરીભક્તોએ શાકોત્સવમાં હાજરી આપી હતી.
મોટી સંખ્યામાં હરીભક્તોએ શાકોત્સવમાં હાજરી આપી હતી.

હરિભક્તોએ ધન્યતા અનુભવી
સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનની સુરત શાખાથી પધારેલ ભજન સ્વામીએ બનાવેલ રીગણાનું શાક તેમજ મહિલા ભક્તોએ બનાવેલા બાજરાના રોટલા અને ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બનાવેલા થેપલા સાથે ઓર્ગેનિક દેશી ગોળ અને ખીચડી કઢી તેમજ રાયતા મરચા વગેરેનો થાળ ભગવાનને ધરાવવામાં આવી હતી.માનસીપૂજા કરી સહુ ભક્તોએ સમૂહમાં શાકોત્સવનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.

યુવકોએ થેપલા સહિતની વાનગીઓ બનાવી હતી.
યુવકોએ થેપલા સહિતની વાનગીઓ બનાવી હતી.