બિલ્ડરને વ્યાજે રૂપિયા આપી બાદમાં તેની જમીન અને સમગ્ર પ્રોજેક્ટ પર જ કબજો જમાવી લેવા માટે રાજકોટના અનિરૂદ્ધ જાડેજાને સોપારી આપનાર આરોપી શૈલેષ ભટ્ટના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે સોમવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સરથાણા પોલીસની હદમાં રહેતા ફરિયાદી બિલ્ડર રાજુ દેસાઈએ બિટકોઇન ફેઇમ શૈલેષ ભટ્ટ પાસે રૂ. 3 કરોડ ઉછીના લીધા હતા, બાદમાં વ્યાજ સહિતની ઉઘરાણીઓ આરોપીએ કાઢી હતી અને 33 કરોડ મંગાયા હતા. જે બિલ્ડર આપી નહીં શકતા તેનો સમગ્ર પ્રોજેક્ટ જ કબજામાં લેવા શૈલેષ ભટ્ટે હથિયારધારી માણસો જમીન પર કબજો કરવા મોક્લ્યા હતા. સમગ્ર સોપારી રાજકોટના અનિરુધ્ધ જાડેજાએ લીધી હતી. રિમાન્ડ માટે જે રજૂ કરાયેલા મુદ્દામાં દસ્તાવેજોનો કબજો,ફરિયાદી-આરોપીને સામે બેસાડી વ્યવહારો વિશેની તપાસ, અન્ય આરોપી પાસેની પિસ્તોલ, કારતૂસની તપાસ,સહઆરોપીઓને પકડવા, આરોપીએ વાપરેલા ફોનનો કાર્ બીજાના નામનો છે તે અંગે તપાસ તેમજ અસહકાર સામેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.