તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શૈલેશ ભટ્ટે વરાછાના બિલ્ડરની કરોડોની કિંમતી જમીનના દસ્તાવેજ પચાવી પાડ્યા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિટકોઈન ફેઇમ શૈલેશ ભટ્ટ અને નિકુંજ ભટ્ટ વિરુદ્ધ વધુ એક ઠગાઈનો ગુનો

બિટકોઈન ફેઈમ શૈલેશ ભટ્ટ, તેના સંબંધી નિકુંજ ભટ્ટ વિરુદ્ધ વરાછા પોલીસમાં ઠગાઈ અને મની લેન્ડિંગ એક્ટનો ગુનો દાખલ થયો છે.

વરાછામાં હીરાબાગ સોસાયટી પાસે તપશિલ સોસાયટીમાં રહેતા બિલ્ડર હિંમત ઉકાભાઈ રાણપરિયાને 2017માં નાણાંની જરૂર હોવાથી કિરિટ પાલડિયાના માધ્યમથી આરોપી શૈલેશ બાબુલાલ ભટ્ટ(રહે. કેસલ બ્રાઉન રેસિડેન્સી,યુનિવર્સિટી રોડ, વેસુ) અને નિકુંજ પ્રવિણ ભટ્ટને મળ્યા હતા. ત્યારે શૈલેશે હિંમતને 6.50 કરોડ ત્રણ ટકા વ્યાજે આપવાની તૈયારી બતાવી સામે મિલકત ગીરવે મુકવા કહેતા વેસુનો 1 અને મોટા વરાછાના 3 પ્લોટ ગીરવે મુક્યા હતા.પછી શૈલેશે કહ્યું કે, તમારી મિલકતનો દસ્તાવેજ અમારા નામે કરી આપો તો વ્યાજે રૂપિયા આપીશ.સાથે એમઓયુ કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમાં એવું લખ્યું કે, જ્યારે હિંમતભાઈ રૂપિયા પરત કરશે ત્યારે તેમની મિલકતનો દસ્તાવેજ ફરીથી તેમના નામે કરી આપશે.શૈલેશ અને નિકુંજને દસ્તાવેજ કરી આપ્યા બાદ તેઓએ 5.25 કરોડ આપ્યા હતા. ત્રણેક મહિનામાં રૂપિયાની સગવડ થતા હિંમતભાઈએ શૈલેશને રૂપિયા પરત આપવાની તૈયારી બતાવી ત્યારે શૈલેશ અને નિકુંજ અપહરણ, જબરજસ્તી રૂપિયા કઢાવવા,આર્મ એક્ટ અને બીટ કોઈનના ગુનામાં ફરાર હતા. સપ્ટેમ્બર 2019માં શૈલેશે હિંમતભાઈને ફોન કરી કહ્યું કે, એક કરોડની જરૂર છે જો આપે તો મોટા વરાછાના ત્રણ પ્લોટના દસ્તાવેજ પરત આપશે. હિંમતભાઈ પાસે 75 લાખ હતા તે શૈલેશના કહેવાથી વિજય પાલાને આપ્યા હતા. છતાં શૈલેશે પ્લોટનો દસ્તાવેજ આપ્યો ન હતો. દરમિયાન હિંમતભાઈને જાણવા મળ્યું કે શૈલેશ વિરુદ્ધ કરજણ પોલીસ અને સરથાણામાં ગુનો નોંધાયો છે. તેથી ખ્યાલ આવ્યો કે શૈલેશ વ્યાજે રૂપિયા આપી મિલકત પચાવવાનું કામ કરે છે. જેથી વરાછા પોલીસમાં શૈલેશ અને નિકુંજ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

‘CIDને નિવેદન આપશે તો ગોળી મારીશ’
સીઆઈડી ક્રાઈમના વડોદરા ઝોને શૈલેશની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી હિંમતભાઈના પ્લોટના દસ્તાવેજ મળી આવ્યા હતા. તેનો જવાબ લખાવવા સીઆઈડી ક્રાઈમે હિંમતભાઈને નોટીસ મોકલી હતી.ત્યારે શૈલેશ અને નિકુંજે હિંમતભાઈને કોઈ પાસે ફોન કરાવીને બંને વિરુદ્ધ પોલીસમાં કોઈ નિવેદન લખાવશે તો આખા પરિવારને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...