નામંજૂર:શૈલેષ ભટ્ટ કેસઃ વકીલ ધર્મેશ પટેલની આગોતરા નામંજૂર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિલ્ડર રાજુ દેસાઈને વ્યાજે રૂપિયા આપી તેનો પ્રોજેક્ટ પચાવી પાડવા અનિરુધ્ધસિંહને સોપારી આપનારા શૈલેષ ભટ્ટના વકીલ અને આ કેસના આરોપી ધર્મેશ પટેલની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામા આવી હતી.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલ હતી કે આરોપીનો સક્રિય રોલ રહ્યો છે. કુલ બે ફરિયાદ આ કેસમાં થઈ છે બંનેમાં તે આરોપી છે. નોંધનીય છે કે બિલ્ડરને રૂપિયા ચાર કરોડ ઉછીના આપ્યા બાદ તેની પાસે રૂપિયા 33 કરોડની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આરોપી મુજબ આરોપી વકીલની ઓફિસમાં પણ અનેક મિટિંગો થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...